દીકરીની ઉંમરની છોકરી જોડે લગ્ન કરીને બાળકો પણ પેદા કર્યા, આ તસવીરો જોઈને લોકો બોલ્યા આવા બેશરમને લીધે જ ઘોર કળયુગ આવ્યો છે
પ્રેમ ક્યારે પણ ઉંમરે નથી જોતું. ગમે તે ઉંમરે ગમે તે વ્યક્તિ સાથે થાય છે. લોકો પ્રેમમાં નાત-જાત નથી જોતા કે નથી ગરીબ પૈસા વાળા જોતા. આજે અમે તમને એવો લેખ બતાવી રહ્યા છે કે તે સાબિત કરી જાય છે કે પ્રેમને સીમાડા નથી હોતા.એક 20 વર્ષી છોકરી કે જેને તેના કરતા 33 વર્ષ મોટા પુરુષ સાથે સગાઇ કરી છે,
તેને ખુલાસો કરતા કહ્યું હતું કે અજાણ્યા લોકોને એવું લાગે છે કે અમે બાપ-દીકરી છીએ. 20 વર્ષીય ઇસાબેલા સૈંજ, તેના 53 વર્ષીય મંગેતર જોસેફ કોનર સાથે ફ્લોરિડામાં રહે છે, અને તે જોસેફના સૌથી મોટા બાળક કરતા પણ 15 વર્ષ નાની છે.
ઇસાબેલા ફક્ત 18 જ વર્ષની હતી જયારે તે ઓક્ટોબર 2016માં જોસેફને મળી હતી, તેઓ બંને લાકરોસ ક્લબમાં કામ કરતા હતા. તેને કહ્યું, “હું મેડિકલ સ્કૂલમાં જવા માંગતી હતી અને મારે કોલેજ શરુ થતા પહેલા મારા રેસયૂમેમા મેડિકલ ટ્રેનિંગના કલાકો દર્શાવવાના હતા. ત્યારે હું જોસેફને મળી કારણકે તેઓ કોચ હતા
અને મેં તેમની સાથે લાકરોસ ક્લબમાં કામ કરવાનું શરુ કર્યું. હું તેમના તરફ આકર્ષિત થઇ હતી પરંતુ મને તેઓ જરાક પણ ગમતા ન હતા, ઘણીવાર તેઓ ઘમંડી બની જતા હતા. પણ એકવાર હું તેમને ઓળખતી થઇ અને તેમની સાથે રાજનીતિ, પરિવાર અને તેમના બાળકો વિશે વાત કરી પછી મને ખબર પડી કે તે સારા વ્યક્તિ છે.”
બંનેએ ડિસેમ્બર 2016માં એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું અને ફક્ત એક જ મહિનામાં ઇસાબેલાને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેને કહ્યું, “જે મહિનામાં અમે ડેટિંગ શરુ કરી એ જ મહિનામાં હું ગર્ભવતી થઇ. વસ્તુઓ ખૂબ જલ્દી જલ્દી થઇ ગઈ જેના કારણે અમારે નિર્ણય લેવાનો હતો.”
“દેખીતી રીતે જ હું ડરતી હતી જયારે મેં તેને મારી પ્રેગ્નેન્સી વિષે જણાવ્યું, પરંતુ તેઓ ઘણા સપોર્ટિવ હતા. અમે નક્કી કર્યું કે અમે ચોક્કસપણે સાથે રહીશું અને તેને માયામીમાં રહેવા માટે એક જગ્યા ખરીદી.” ઓગસ્ટ 2017માં ઓટમના જન્મના પાંચ મહિના પછી તરત જ ઇસાબેલા ફરીથી પ્રેગ્નેન્ટ થઇ.
તે કહે છે, “હું હંમેશાથી મા બનવા માંગતી હતી. મને બાળકો ખૂબ જ ગમે છે. હું બીજા બાળક માટે તૈયાર છું. હાલ ઇસાબેલાને જોસેફથી બે બાળકી છે, ઓટમ (15 મહિના) અને વિન્ટર (6 અઠવાડિયા). હવે જોસેફ છ બાળકોનો પિતા છે, જેમાંથી ચાર તેના પહેલા લગ્નથી થયેલા બાળકો છે – જોસેફ (34 વર્ષ), જેસન (24 વર્ષ), જસ્ટિન (21 વર્ષ) અને દીકરી જેકલીન (23 વર્ષ).
હવે આ કપલ લગ્ન કરવાનું વિચારી રહ્યું છે. ઇસાબેલાએ કહ્યું, “જયારે પણ અમે સાથે બહાર જઈએ છીએ ત્યારે અમને લોકો વિચિત્ર નજરોથી જુએ છે અને અજાણ્યા લોકો તો જોસેફને પૂછે પણ છે કે શું એ મારા પિતા છે? ક્યારેક અમને તેમને સુધારીએ કે અમે બાપ દીકરી નથી, તો તેઓ ચુપચાપ ચાલ્યા જાય છે અને ક્યારેક અમે મજાકમાં વાતને કાઢી નાખીએ અને હું એવો ડોળ કરું કે હું એની દીકરી છું.”
પોતાના વિચારોને રજુ કરતા ઇસાબેલાએ કહ્યું, “દરેકના પોતાના વિચારો હોય છે પણ જીવન ખૂબ જ નાનું છે અને તમારે એ જ કરવું જોઈએ જેનાથી તમને ખુશી મળતી હોય.” એપ્રિલ 2018માં જોસેફે ઇસાબેલાને એક ચોરસ ડાયમન્ડની રિંગ સાથે બીચ પર લગ્ન માટે પ્રપોઝ કરી. હવે આ કપલ ખુશી ખુશી આ વર્ષના અંતે થનારા તેમના લગ્નની તૈયારીઓ કરે છે. ઇસાબેલાએ જણાવ્યું હતું કે તેના મિત્રો અને પરિવાર શરૂઆતમાં 33 વર્ષ મોટા વ્યક્તિ સાથે તેના સંબંધથી ખુશ ન હતા.
તેને કહ્યું, “મારો પરિવાર ઉંમરના અંતરને કારણે ચિંતિત હતો. પરંતુ એકવાર તેઓ અમને એક કપલ તરીકે જોયા પછી હવે બધું બરાબર છે. મેં મિત્રો ગુમાવ્યા છે. મિત્રો જ્યારે કોલેજ ગયા ત્યારે હું માતા બની, અને અમારું જીવન અલગ-અલગ દિશાઓમાં આગળ વધુ ગયું.”
જોસેફ કહે છે કે “હું ઓછી ઉંમરના કારણે ઇસાબેલ તરફ આકર્ષાયો ન હતો. પરંતુ મને તેનું વ્યક્તિત્વ પસંદ પડ્યું હતું. તે આટલી નાની ઉંમરમાં પણ સારી રીતે વસ્તુઓ હેન્ડલ કરી શકે અને તે મેચ્યોર છે. તેની સાથે રહેવું મને ગમે છે. મારા મિત્રોને લાગે છે કે હું ઇસાબેલાની સુંદરતાના કારણે તેની સાથે છું, પરંતુ એવું નથી.”
જોસેફે કહ્યું, “મારા દીકરાઓએ તેમની આ નવી મમ્મીને અપનાવી લીધી છે પરંતુ મારી દીકરી અમારા સંબંધથી ખુશ નથી. પરંતુ તેને મને કઈ જ કહ્યું પણ નથી.” બંનેની વચ્ચેના ઉંમરના મોટા અંતરને કારણે ઇસાબેલા ઘણીવાર ચિંતિત થઇ જાય છે પરંતુ તે ખુશ છે કે બંને એકબીજા સાથે સારો સમય વિતાવે છે.
ઇસાબેલાએ કહયું, “મને જોસેફની વધતી ઉમર અને તેની બીમારીઓને કારણે ચિંતા થાય છે અને હું જાણું છું કે જોસેફ એક દિવસ મને છોડીને જતો રહેશે. પરંતુ આપણને નથી ખબર હોતી કે જીવનમાં આગળ શું થવાનું છે. એટલે હું વર્તમાનમાં જીવું છું. અમારી બે દીકરીઓ છે અને જોસેફ તેમની સાથે સૌથી વધુ સમય વિતાવે છે.”