ગુજરાતમાં આવેલી એવી હોસ્પિટલ જ્યાં કરોડોના ઓપરેશન પણ થાય છે ફ્રી માં – અહિયાં કેશ કાઉન્ટર જ નથી…દરેકને જણાવો આના વિશે

આપણાં દેશમાં ઘણી એવી સંસ્થા ચાલે છે કે જે મફતમાં ગરીબોની સેવા કરે છે. એવાં લોકો છે જે માંડમાંડ પોતાનું ગુજરાન ચલાવે છે એવામાં જો અચાનક કોઈ મુસીબત આવી પડે તો તેઓ ભાંગી પડે છે. જે કંઈપણ કરી શકતાં નથી. ત્યારે આવી સંસ્થા તેમનાં માટે ભાગવાનના આશીર્વાદરૂપ ગણાય છે.

આવી સંસ્થા ગરીબ લોકોના આંસુ લૂછે છે. આવી જ એક સંસ્થા વિશે અમે તમને જણાવીશું. આજે અમે તમને ગુજરાતને એક એવો હોસ્પિટલ વિશે જણાવવાના છીએ કે, જેમાં આવનારા દરેક દર્દીની દરેકે દરેક સારવાર વિનામૂલ્યે થાય છે. કોઈ પણ ગંભીર બિમારી હોય તો પણ કોઈપણ ફી લેવામાં આવતી નથી.

નાના ઓપરેશનથી લઈને મોટા મોટા ઓપરેશન પણ ફી લીધા વિના જ કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલનું નામ છે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ માં આવેલી છે. જે અમદાવાદ અમરેલી હાઈવેને અડીને જ છે.

નિર્દોષાનંદજી હોસ્પિટલમાં દર્દીઓને તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને કોઈપણ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત તે દર્દીઓનું ભોજન તેના સગા વ્હાલાને  ભોજનની પણ સગવડ આપવામાં આવે છે. જે દરેક સુવિધાઓ સાવ મફત હોય છે.

એવું કહેવામાં આવે છે કે સ્વામી નિર્દોષાનંદજી નિશુલ્ક સારવાર માટે એક હોસ્પિટલ બનાવવા માટેનું એક સ્વપ્નું ધરાવતા હતા. અને તેમના શિષ્ય મનુબેન ને હોસ્પિટલ બનાવવા માટે જમીન દાનમાં આપી હતી. ત્યારથી જ હોસ્પિટલનું નિર્માણ શરૂ થયું હતું.

આ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓના મોટા મોટા ઓપરેશનો પણ કોઇપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે. જેમાં દવાઓ અને લેબોરેટરી પણ મફતમાં કરી દેવામાં આવે છે. આ હોસ્પીટલમાં દર્દીઓની તપાસ, નિદાન, સોનોગ્રાફી, એક્સ-રે, કાર્ડિયોગ્રામ, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઇપણ ચાર્જ લીધા વિના તદ્દન નિશુલ્ક આપવામાં આવે છે. હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર જ નથી.

હોસ્પિટલમાં સ્ત્રી સબંધી નું ઓપરેશન ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન, કોથળી નું ઓપરેશન, સિઝેરિયન, નોર્મલ ડિલિવરી, ગર્ભાશય ગાંઠ નું ઓપરેશન વગેરે સેવા કરવામાં આવે છે.

આ સિવાય અહીં પ્રોસ્ટેટ, થાઈરોઈડ, એપેન્ડિક્સ, આંતરડા, નાક, કાન, ગળા, સીઝેરિયન, મોતિયા, ઝામર, ઓર્થોપેડિક, મણકા, ફેફસા, ગર્ભાશયની કોથળી, સારણગાંઠ, એપેન્ડીકસમ થાઈરોઈડ, ગર્ભાશય, સ્તન કેન્સર, નાક-કાન ગળાના ઓપરેશનો તથા સરકમસિઝન સર્જરી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં સારવાર સુવિધાઓ  ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. આ હોસ્પીટલમાં દરરોજના 1000 થી વધુ OPD થાય છે, દરરોજના 25 થી વધુ ઓપરેશનો થાય છે. આ હોસ્પિટલમાં દર મહીને સરેરાશ 75 થી 80 જેટલી પ્રસૂતિ થાય છે.

કહેવાય છે કે આંગળી ચીંધે એનું પણ પુણ્ય મળે છે માટે જો તમારી આસપાસ એવી કોઈ વ્યક્તિ હોય કે જે લાખો રૂપિયા ખર્ચી શકે તેમ ન હોય તો આ હોસ્પિટલમાં સારવાર માટે જવા કહો. હોસ્પિટલનો સંપર્ક કરવા માટે…સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ ટીંબી, તા. ઉમરાળા, જિ. ભાવનગર. (02843) 242444, (02843)242044, 8758234744.

pinal patel

Leave a Reply

Your email address will not be published.