આપણી આ દુનિયામાં ભગવાન આપણને જન્મ આપીને આ દુનિયામાં મોકલે છે, આપણે ૮૪ લાખ યોનીઓ માંથી પસાર થવું પડે છે. પણ આપણી સામે એક એવો કિસ્સો નજરે આવ્યો છે, જે સાંભરીને તમને વિશ્વાસ નઈ આવે. એક ૪ વર્ષના બાળકને તેના પુનર્જન્મ વિષે બધું જ ખબર હતું.
આ કિસ્સો સત્ય છે, જે શાહપુર મધ્યપ્રદેશનો છે. અહીંયા એક ચાર વર્ષના બાળકનો પુનર્જન્મ વિષે દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાળકનું નામ લવીશ છે, તે એવો દાવો કરી રહ્યો છે કે તેનો પુનર્જન્મ થયો છે.
તેને તેના આગળના જન્મ વિષે બધી જ ખબર છે. તેનું મૃત્યુ કઈ રીતે થયું હતું તે પણ તેને ખબર છે, તેની સાથે સાથે તેનું ઘર ક્યાં આવેલું છે અને તેના પરિવારની વિષે બધું જ કહી રહ્યો છે.
આ લવીશ જયારે ૨ વર્ષનો હતો ત્યારથી જ જલાલપુર ગામનું નામ લેતો હતો. પણ તેના માટે તેના મમ્મી પપ્પાએ એવું વિચાર્યું કે ક્યાંકથી સાંભરીને નામ લેતો હશે એટલે વધુ ધ્યાન ના આપ્યું.
જેના પછી તે બીજા કેટલાય લોકોના નામ લેવા લાગ્યો, અને તે જલાલપુર જવાની જીદ પકડી લીધી હતી. ત્યારબાદ તે તેના પરિવાર વાળા લવીશને જલાલપુર લઇ ગયા અને ત્યાં જઈને લાવીશ તેમને એ ગામમાં જઈને તેના ઘરનો રસ્તો જાતે જ બતાવતો હતો.
તેની સાથે સાથે તેના માતા પિતા તથા પાડોશીને પણ ઓરખી ગયા હતા. તે જાણીને બધા લોકો પણ આ જાણીને હેરાન થઇ ગયા હતા. તેને સંદીપનો ફોટો બતાવ્યો હતો, તો લવીશે એવું કહ્યું આ મારો આગળના જન્મનો ફોટો છે.
જેમાં મને કરંટ લાગ્યો હતો અને મારુ મૃત્યુ થયું હતું, તેના પછી તે ખેતરમાં આ બધા લોકોને લઇ ગયો અને તેને જ્યાં કરન્ટ લાગ્યો હતો તે જગ્યા બતાવી હતી. આ જાણીને તે બંને પરિવારો હેરાન થઇ ગયા હતા. જેમાં આ જલાલપુર વાળા મમ્મી પપ્પાને ખુશી છે કે તેમના દીકરાએ બીજો જન્મ લીધો છે.