દુનિયામાં લોકોને પેટ ભરવા માટે ઘણી મોટી મહેનત કરવી પડતી હોય છે, જો આવી પરિસ્થિતિમાં જો કોઈ ઘરના મોભી જ ના હોય તો, અથવા ઘરમાં કોઈ કમાવવા વાળું ના હોય તો એ ઘરમાં લોકોને ખાવા માટે પણ ફાંફા મારવા પડે છે. તેવો જ એક કિસ્સો જેમાં દાદીમાને માંગીને તેમના પૌત્રોને ખવડાવવા માટે આમ માંગવા આવવું પડે છે.
આ દાદીમાનું નામ રેવાબેન છે, તેમની ઉંમર ૭૫ વર્ષની છે. તેઓ ઊંઝામાં રહે છે. તેઓના પરિવારમાં એક દીકરો હતો, પણ તે ભગવાનને ઘરે જતો રહ્યો છે. જેથી તેમના છોકરાના બે છોકરાઓના પેટ ભરવા માટે તેઓ આમ રોડ ઉપર માંગવા માટે આવે છે.
તેઓની એક ઈચ્છા છે તેમના છોકરાના છોકરાઓને ભણાવવા છે. તેઓને હાલમાં ફાટેલા કપડાઓ પહેરાવીને સ્કૂલમાં મોકલવા પડે છે. આ દાદીમા મંદિરની બહાર આવીને બેસે છે, તેથી તેઓને દિવસના ૧૦૦ રૂપિયા મળે છે.
રેવાબા એવું કહે છે, મારો દીકરો હતો ત્યારે મને આવી તકલીફ નહતી પડતી, પણ તે ગુજરી ગયો ત્યારથી મને ખુબ જ તકલીફ પડે છે. તેના દીકરાઓને પણ મારે ભણાવીને મોટા બનાવવાના છે,
મેં જેવા દિવસો જોયા છે તેવા દિવસો એમને નથી બતાવવા. દિવસના હું માંગીને ૧૦૦ રૂપિયા જેટલા લઇ જાઉં છું અને તેમાંથી કરિયાણું લઇ જઈને તેમનું પેટ ભરું છું. કેટલીક વાર તો હું પોતે ભૂખી રહીને તે બંને બાળકોનું પેટ ભરું છું.