ગુજરાતમાં અનેક હનુમાન મંદિર આવેલા છે. દરેક હનુમાન મંદિર પોતાના અલગ અલગ કારણોથી પ્રસિદ્ધ. આજે આમે તમને એક એવા જ હનુમાન મંદિર વિષે જણાવીશું કે જે તેના પરચાઓના કારણે આજે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું. આ મંદિર અમદાવાદ જિલ્લામાં આવેલા ભુમાપુર નામના ગામે આવેલું છે. પ્રાચીન કાળથી આ મંદિર લોકોમાં ખુબજ પ્રચલિત છે.
ભુમાપૂર માં આવેલા આ હનુમાન દાદાના મંદિર સાથે અનેક ચમત્કારિક કહાનીઓ જોડાયેલી છે. અહીં આવતા ભકતોને હનુમાન દાદા સાક્ષાત પરચા પુરા પાડે છે. આજે જે સ્થળ પર આ મંદિર આવેલું છે.
તે સ્થળ પર હનુમાન દાદાની મૂર્તિ સ્વયંમભૂ મળી આવી હતી. અહીં મંદિરમાં દર વર્ષે મહાપુજાનું આયોજન કરવામાં આવે છે. લાખો ભક્તો આ મહા પૂજાનો લાભ લેવા માટે આવે છે. કહેવામા આવે છે કે જે લોકો પર આ પૂજામાં ભાગ લે છે. તેમના જીવનની બધી સમસ્યાઓનું નિરાકરણ થઇ જાય છે.
આ મંદિરમાં ભક્તો પાસેથી કોઈપણ જાતનું દાન લેવા માં આવતું નથી. અહીં આવતા દરેક ભકતોને પ્રસાદી લીધા વિના જવા દેવામાં નથી આવતા. આજ દિન સુધી આ મંદિર માં જમવાનું ખુટ્યું નથી.
ભક્તોની મનોકામના પુરી થાય એટલે અહીં બાધા કરવા માટે આવે છે. ગણા લોકો દાદાની મૂર્તિને ઘી થી અભિષેક પણ કરે છે. મંદિરમાં લોકોને પ્રસાદી રૂપે શિરો આપવામા આવે છે. જે લોકો પણ પ્રસાદી ખાય છે. તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે.