આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. તેવા જ આપણે આ ચોટીલા મંદિરની વાત કરીશું. ચોટીલા મંદિરએ આપણું પ્રસિધ્ધ ધામ માનવામાં આવે છે.
આ મંદિર ઉપર જવા માટે છસો પાંત્રીસ જેટલા પગથિયાં ચડવા પડે છે. આ મંદિર માં પહોંચ્યા પછી માતાના પરિસરમાં ભારે ભક્તો માં ચામુંડા ના દર્શન કરવા માટે આવેલા હોય છે.
આ ચોટીલાનો ડુંગર હજારો વર્ષ જૂનો એવો ઉલ્લેખ થાન પુરાણના પુસ્તકમાં જોવા મળે છે. આ મંદિરમાં દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંદ અને મૂંડ નામના બે રાક્ષસો લોકોને બહુ હેરાન કરતા હતા. પછી આ મંદિરના ઋષિમુનિયો એ યજ્ઞ કરી આદ્યશક્તિને પ્રાર્થના કરીને રાક્ષસોને સાચો રસ્તો દેખાડયો હતો. પછી ત્યારથી જ આ માતા ચામુંડા કહેવાય હતા.
હાલના સમયમાં તો આ માતા ચામુંડમાંનું મંદિર બનાવેલી છે, અહીં એકસો પચાસ વર્ષ પહેલા તો એક ઓરડો જ બનાવેલો હતો. તેમ છતાં પણ માં ચામુંડમાના દર્શને તો ભક્તો આવતા જ હતા.
આ મંદિરનું આ એક ખાસ મહત્વ છે કે આ ચામુંડમા દિવસમાં પોતાનું ત્રણ વખતે સ્વરૂપ બદલે છે. જેવા કે બાલિકા સ્વરૂપ,વૃદ્ધા સ્વરૂપ અને કોપાયમાન સ્વરૂપ એમ ત્રણ વાર સ્વરૂપ બદલે છે. માં ચામુંડા બધાના કુળદેવી પણ માનવામાં આવે છે.
આ મંદિરમાં માં ચામુંડાની બે મૂર્તિઓ છે એક ચંદી અને બીજી માં ચામુંડમાંની આ મંદિરમાં દિવસના હજારોથી પણ વધારે દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે. પરંતુ સાંજ પડતા આરતી પુરી થાય એટલે આ બધા ભક્તોએ અને મંદિરના પુજારીને પણ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે.
આ મંદિરમાં માત્ર નવરાત્રીમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. આથી આ મંદિરમાં જે ભક્તો માતાજીના દર્શને આવે છે તેમની બધી મનોકામના પુરી થાય છે.