આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ કે જીવનમાં કંઈક બનવા માટે સખત મહેનત કરીને સફળતા મેળવતી હોય છે અને જીવનમાં કઈ નવું કાર્ય કરવા માટે સારું દેખાવું અને સારી ઊંચાઈ હોવી એ જરૂરી નથી.
તેવો જ કિસ્સો ઉત્તરાખંડના દહેરાદૂન શહેરમાં રહેતી આરતી ડોગરા સાથે થયો હતો. આરતીના પિતાનું નામ રાજેન્દ્ર ડોગરા હતું અને જે ભારતીય સેનામાં કર્નલ તરીકે ફરજ બજાવતા હતા.
તેની માતા શ્રીમતી કુમકુમ ડોગરા એ એક શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. તે સમયે આરતીનો જન્મ થયો હતો અને ડોકટર દ્વારા જણાવામાં આવ્યું હતું કે આરતીની પરિસ્થિતિ શારીરિક રીતે નબળી છે તો તેના માતાપિતાએ આરતીની યોગ્ય રીતે કાળજી લેવાની અને સારું શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. તે પછી આરતીએ તેનું પ્રારંભિક શિક્ષણ ઉત્તરાખંડના દેહરાદૂનની જાણીતી શાળામાંથી જ મેળવ્યું હતું.
તે પછી દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લઈને અર્થશાસ્ત્રમાં સ્નાતક કરીને આરતીએ તેનો અભ્યાસ પૂરો કરીને આરતીએ યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી અને વર્ષ 2006 માં પહેલીવાર જ પહેલા પ્રયાસમાં સખત મહેનત સાથે યુપીએસસી ની પરીક્ષા આપીને આઈએએસ અધિકારી બનીને દેશમાં તેના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું.
તે પછી આરતીને બિકાનેરમાં પસંદગી કરવામાં આવી હતી અને આરતીએ ત્યાંની પરિસ્થિતિ સુધારવા માટે બેન્કો બિકાનો અભિયાન શરૂ કર્યું હતું અને ત્યાં રહેતા લોકોને સ્વચ્છતા જાળવવા માટે વિનંતી કરી હતી. આથી આરતીએ તેનું લક્ષ્ય બનાવવા માટે સખત મહેનત કરીને તેના જીવનમાં સફળતા મેળવી હતી.