એક પિતાએ તેમની દીકરી પોલીસ અધિકારી બનીને સામે આવી તો ગર્વથી સેલ્યુટ કર્યું અને ભીની આંખે રડી પડયા.

હાલના સમયમાં દરેક માતાપિતાની ઈચ્છા હોય છે કે મારુ બાળક સારો અભ્યાસ કરીને સમાજમાં નામ રોશન કરે એટલા માટે બાળકો સખત મહેનત કરીને સમાજમાં માતાપિતાનું નામ રોશન કરતા હોય છે. તેવો જ આ એક કિસ્સો ભારત-તિબેટીયન સરહદ પર થયો હતો. આ સરહદ પર પોલીસમાં પુરુષોની જ નિમણૂક કરવામાં આવતી હતી.

પરંતુ આ વખતે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસની બે મહિલા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ્સ તરીકે મસૂરી માં ઉપસ્થિત હતી એટલે આઇટીબીપી એકેડેમીમાં પાસ થઈને ઈતિહાસ સર્જ્યો હતો અને તે બધી મહિલાઓ માટે ગર્વની વાત હતી. આ બંને મહિલાઓમાંથી એક મહિલાનું નામ દીક્ષા હતું, તેના પિતા આઇટીબીપી માં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા.

જે વખતે દીક્ષાના પિતા કમલેશ કુમારે દીક્ષાને આ એકેડેમીમાંથી પસાર થતી જોઈ ત્યારે તે ખુબ ખુશ થઇ ગયા અને ગર્વ અનુભવવા લાગ્યા. કમલેશભાઈ તેમની દીકરીને કમાન્ડન્ટ તરીકે જોઈને ભાવુક થઈ ગયા અને ભારત-તિબેટીયન બોર્ડર પર પોલીસ ઈન્સ્પેક્ટર કમલેશ કુમારે સરહદ પર ફરજ બજાવતી તેમની દીકરીને સલામ કર્યું હતું.

કમલેશભાઈની દીકરી તેમના કરતા ઊંચા પદ પર નિયુક્ત થઇ હતી, એટલે તે વધારે ગર્વ અનુભવતા હતા. દીક્ષાની સફળતા પાછળ તેના પિતાનો હાથ હતો. અને કહેતા કે જે મહિલાઓને જીવનમાં પડકારોનો સામનો કરવાનો ગમતો હોય તો મહિલાઓને આ દળમાં જોડાવવું જોઈએ.

હાલમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ જ હોય છે. આથી આ દીકરીએ સાબિત કરીને બતાવ્યું કે જીવનમાં કોઈ કાર્ય અશક્ય નથી તેને પૂરું કરવા સખત મહેનત કરીએ તો બધા ક્ષેત્રમાં સફળતા મળતી હોય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *