આપણે દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. બધા મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તો જતા હોય છે. અને ભગવાન બધાના દુઃખો દૂર કરીને તેમની મનોકામના પુરી કરતા હોય છે. તેવું જ આ મંદિર દેવભૂમિ દ્વારકા ની બાજુમાં આ મકરધ્વજ હનુમાનદાદાનું મંદિર આવેલું છે જ્યાં પિતા અને પુત્ર એકસાથે બિરાજમાન છે. આ મંદિર દુનિયામાં માત્ર આ જ જગ્યાએ આવેલું છે. આથી આ મંદિરમાં ઘણા બધા ભક્તો હનુમાનદાદાના દર્શને આવતા હોય છે.
આ મંદિરમાં એકબાજુ હનુમાનજી અને બીજી બાજુ તેમનો પુત્ર મકરધ્વજ બિરાજમાન છે. હનુમાનજી જયારે સીતાની ખોજમાં લંકા પહોંચ્યા અને મેઘનાથ દ્વારા તેમને પકડવામાં આવ્યા અને તેમને રાવણના દરબારમાં લઇ જવામાં આવ્યા
ત્યારે રાવણે હનુમાનદાદાની પૂંછડીમાં આગ લગાવી દીધી એટલે હનુમાનજીએ આગ લાગેલી પુંછડીથી આખી લંકા માં આગ લગાવી હતી. પૂંછડીને લીધે હનુમાનજીને ખુબ જ વેદના થઇ હતી એટલે તેને શાંત કરવા માટે તેઓ સમુદ્રના પાણીથી પોતાની પૂંછડીને આગથી શાંત કરી હતી.
તે સમયે તેમના પરસેવાના ટીપાથી એક માછલી ગર્ભવતી થઇ અને તેનો એક પુત્ર ઉત્પ્ન્ન થયો તેનું નામ મકરધ્વજ હતું. સેવકોએ મોટી માછલી પકડી અને તેના પેટમાંથી મળી આવ્યું એક બાળક. બાળક નાનું હતું તો પણ તાકાત વાળું હતું એટલે રાવણે આ બાળકને તેની પાસે જ રાખ્યું અને મોટો થયો એટલે તેને પાતાળ લોકનો દ્વારપાલ બનાવી દીધો.
રાવણ જયારે માયાનો પ્રયોગ કરી રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઇ ગયો અને બંધક બનાવ્યા ત્યારે હનુમાનજી તેમને છોડાવવા માટે પાતાળ લોક પહોંચ્યા અને ત્યાં મકરધ્વજનો સામનો થયો અને બંને વચ્ચે યુદ્ધ થાય છે અને મકરધ્વજનો પરાજય થાય છે. પછી હનુમાનજી તેને તેના પિતા વિશે પૂછે છે એટલે મકરધ્વજે તેના જન્મની કથા કહી પછી હનુમાનજી તેના પિતા હોવાનું કહ્યું.
આવી રીતે હનુમાનજી અને તેમના પુત્રનું મિલન થાય છે ત્યાર પછી પાતાળલોકનો રાજા મકરધ્વજને બનાવવામાં આવ્યો હતો. અને આ મંદિરની એક એવી માન્યતા છે કે પિતા-પુત્ર વચ્ચે નાની નાની વાતે ઝગડા થતા હોય
તો બંને આ મંદિરમાં આવીને દર્શન કરે તો તરત જ વિવાદનો અંત આવે છે. આથી આ મંદિરને દાંડી હનુમાન મંદિર તર્રીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનદાદાને પ્રસાદી સ્વરૂપે સોપારી અર્પણ કરવામાં આવે છે.