સૌરાષ્ટ્ર માં જાપાન ના યુવક અને યુવતી એ કાઠિયાવાડી સ્ટાઈલમાં કર્યાં લગ્ન, જુઓ તસવીરો

પોરબંદરના કુછડી ખાતે આવેલા આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે જાપાની યુવક અને યુવતી ભારતીય વૈદીક પરંપરા પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાયા હતા અને સાત ફેરા ફરી અને એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું.

જાપાની યુવક અને યુવતીએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરી અને પોતાની પશ્ચિમી સંસ્કૃતિ અપનાવાને બદલે ભારતીય સંસ્કૃતિને અપનાવી હતી. આ અનોખા લગ્નમાં છેક જાપાનથી લોકો આવ્યા હતાં અને જાનમાં જોડાયા હતાં.

હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. એવા સમયે જાપાની યુવક અને યુવતી પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યાં હતાં અને લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. જાપાનમાં પણ ભારતીય સંસ્કૃતિને લઈ આશ્રમ ચાલી રહ્યો છે. અહીં વૈદ અને ગીતાજીના જ્ઞાન માટે આવે છે. ભારતીય સંસ્કૃતિથી પ્રેરાય અને જાપાનના યુવક અને યુવતીએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

પોરબંદરની નજીક આવેલા આર્ષ સંસ્કૃતિ તિર્થ ખાતે જાપાનના યુવક અને યુવતીના 27 ફેબ્રુઆરીએ અનોખા લગ્ન યોજાયા હતાં. આ કપલે કાઠિયાવાડ સ્ટાઈલમાં લગ્ન કર્યાં હતાં. જાપાનનો વરરાજા લક્ઝુરિયસ કાર છોડીને બળદગાડામાં જાન લઈને પરણવા પહોંચ્યો હતો. આ લગ્નને નિહાળવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યાં હતાં.

આ લગ્નમાં યુવતીએ પણ ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરીને પરણી હતી. લગ્ન દરમિયાન ગુજરાતી લગ્ન ગીતો પણ ગાવવામાં આવ્યા હતાં. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. નોંધનીય છે કે, જાપાનના આ કપલે લગ્નની કંકોત્રી પણ જાપાનીઝ ભાષામાં છપાવી હતી.

જાપાન સ્થિત તોશીયાકી અને માતા તેરુયો ઉરતીશીની પુત્રી ચિઓરીના લગ્ન જાપાન સ્થિત નોબારુ કુરુતા અને માતા એકો કુરુતાના પુત્ર કઝુય સાથે લગ્નનું આયોજન કુછડીના આર્ષ સંસ્કૃતિ તિર્થ ખાતે કરવામાં આવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નગ્રંથીથી જોડાયા હતા. ભારતીય સંસ્કૃતિમાં દેવી-દેવતાના આશિર્વાદ મળે છે અને લગ્ન જીવન સફળ રહે છે. તેનાથી પ્રેરાય અને તેઓ આ લગ્ન કર્યાં છે.

પોરબંદરથી થોડે દુર આવેલા કુછડી ગામે આર્ષ સંસ્કૃતિ તિર્થ આવેલું છે. જ્યાં સ્વામીની નિગ્માનંદજી સરસ્વતી અને સ્વામીની નિત્યકલ્યાણનંદાજી દ્વારા ભાગવત ગીતા અને વૈદીક સંસ્કારનું અધ્યાન કરાવે છે અને અહીં જાપન સહીતના દેશોમાંથી પણ યુવક અને યુવતીઓ અહીં ભારતીય સંસ્કૃતિ અને વૈદ સહીતનુ જ્ઞાન લેવા માટે આવતા હોય છે.

જાપાની યુવક અને યુવતી પરીવાર સાથે લગ્ન કરવા માટે કુછડી ખાતે આવી પહોંચ્યા હતા અને સાંજીના ગીત, પીઠીની વિધિ અને દાંડીયા રાસ સહીતના પ્રસંગોની ઉજવણી કરી હતી. ત્યાર બાદ હિન્દુ વિધિ પ્રમાણે જાપાની યુવક અને યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા.

લગ્નગીત પણ ગાવામાં આવ્યા હતા. આ જાપાની યુવક-યુવતીના લગ્નને જોવા કુછડી અને આસાપાસના ગામના લોકો પણ ઉમટી પડ્યાં હતાં.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *