જેઠાલાલ અને બબિતાની વાતો ચારેકોર થતી રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લોકો વચ્ચે ચર્ચાતી જ રહે છે. કોઈને કોઈ કારણોસર લોકો વચ્ચે વાતો થતી જ રહે છે. આ શો છેલ્લા 12 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. મુનમુન દત્તાના લોકો દિવાના છે ત્યારે તેના વિશેની એક કહાણી ખુબ જ રસપ્રદ છે.
આ કહાની જેઠાલાલ સાથે જ જોડાયેલી છે એટલે તમને વધારે ગમશે. સીરિયલમાં બધા જ ફેન્સને બબિતાજીનુ કેરેક્ટર લોકોને ખુબ જ પસંદ આવે છે, જેઠાલાલ બબિતાને ફ્લર્ટ કરતા હોય એ પણ દર્શકોને જોવું ગમે છે. મુનમુન શરૂઆતથી આ શોનો ભાગ રહી છે.
જો વધારે વિગતે વાત કરીએ તો મુનમુને 2004થી જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મુનમુનના પરિવારવાળા તેને પત્રકાર કે સિંગર બનાવવા ઇચ્છતા હતા પરંતુ તેની કિસ્મતમાં કંઇક બીજુ જ લખ્યુ હતુ.
મુનમુન દત્તાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી જેમાં તે ખુબ સફળ રહી હતી. જો કે તે બાદ તેમે એક્ટિંગમાં જંપલાવ્યું હતું. મુનમુનના કરિયરની શરૂઆત હમ સબ બારાતીથી થઇ હતી.
પણ એક વાત ખુબ ઓછા ફેન્સને ખબર હશે કે બબિતા પહેલા અય્યરની પત્નીનો રોલ કરવા નહોતી માંગતી. એક મિડીયા રિપોર્ટ્સ અનુસાર તારક મહેતા..ની ઑફર આવી તો તે ઐયરની પત્ની બનવા માટે તૈયાર ન હતી.
પરંતુ દિલીપ જોશી એટલે કે જેઠાલાલ કે જે બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા હાજર રહ્યા છે તેણે બબીતાને સમજાવી ત્યારે તે માની હતી અને હજુ તેમણે આ રોલ કરી રહી છે અને બખુબી નિભાવી રહી છે.
બબિતાની લાઇફ વિશે વાત કરીએ તો એકદમ આમ તો ખુલ્લા પુસ્તકની જેમ છે પરંતુ તેના જીવન સાથે કેટલીક વાતો છે જે ખુબ ઓછા લોકો જાણે છે. 33 વર્ષની મુનમુને હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે પોતાના ઘરમાં એકલી જ રહે છે. તેણે એક બિલાડી પાળી છે ક્યારેક ક્યારેક સેટ પર સાથે લઇને આવે છે.
મુનમુન દત્તાને તે પસંદ નથી કે કોઇ તેને ટચ કરે. શૂટિંગ વખતે જો કોઇ તેને જાણીજોઇને અડે છે તો તે ગુસ્સે થઇ જાય છે. કેટલીક વાર તો એવુ થયુ છે કે 2-3 દિવસ સુધી મુનમુન શૂટ પર ન આવી હોય. મુનમુન દત્તાને લઇને તે પણ ખબર છે કે સ્ટ્રગલના દિવસોમાં તેણે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, બીજા લોકોની જેમ મુનમુન દત્તાને પણ જીવનના એક સમયે પ્રેમ થયો હતો. પણ તે પછી જે થયું ખરેખરમાં દુખદ છે. ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી બોલીવૂડ એક્ટર અરમાન કોહલીને ડેટ કરી ચૂકી છે.
મીડિયા રિપોર્ટસનું માનીએ તો વર્ષ 2008માં અરમાન કોહલી અને મુનમુન દત્તાની એકબીજાથી ઓળખ ઓળખ થઇ અને બંને એક બીજાને પોતાનું દિલ આપી બેઠા. પણ પ્રેમ થયા પછી તેમની વચ્ચે કંઇક તેવું થયું કે તે બંને અલગ થવાનો નિર્ણય લીધો.