દેશમાં આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ કે સખત મહેનત કરીને દેશમાં નામ રોશન કરતી હોય છે, તેવો જ કિસ્સો પંચકુલાની એકવીસ વર્ષની મહિમા અમરાવતી સાથે થયો હતો. મહિમા પંજાબની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને મહિમાએ પ્રથમ પ્રયાસમાં જ આર્મીની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
આથી મહિમાના પરિવારને અને આખા દેશમાં ગર્વની લાગણી થઇ હતી અને બધા લોકોએ તેને તેના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મહિમાની અધિકારી ભારતીય સેના દ્વારા સંચાલિત ના પદ પર પસંદગી કરવામાં આવી હતી. મહિમાએ જણાવ્યું કે ભારતીય સેનામાં જોડાવવાનું તેની નાનપણથી જ ઈચ્છા હતી અને મહિમાએ સખત મહેનત કરીને તેનું સપનું પૂરું કર્યું હતું.
હવે થોડા સમયમાં મહિમાને તાલીમ માટે બોલાવવામાં આવશે પછી મહિમા લેફ્ટનન્ટના હોદ્દા પર નિમણુંક પામશે. આથી મહિમાએ જણાવ્યું હતું કે આ સેનાના પદ પર જોડાવા માટે પહેલા તેની જાતને તૈયાર કરી હતી. મહિમાનું કોલેજમાં પણ નામ ખૂબ જ સક્રિય છોકરીઓમાં ગણાતું હતું અને તેની કોલેજમાં મહિમા શરૂઆતથી હોશિયાર રહી હતી.
મહિમાએ આપણા દેશની દીકરી લેફ્ટનન્ટ તરીકે સેનામાં જોડાઈને આખા દેશનું ગૌરવ વધાર્યું હતું આથી દેશની બધી જ દીકરીઓને પ્રેરણા પણ આ મહિમા આપતી હતી અને મહિમાની સખત મહેનતની સફળતા જોઈને પરિવારના અને દેશના બધા જ લોકો મહિમાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા હતા. અને મહિમાએ દેશમાં તેના માતાપિતાનું નામ રોશન કર્યું હતું.