આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો ભગવાનના દર્શને આવતા હોય છે અને ભગવાન ભક્તોના બધા દુઃખ દૂર કરીને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. એવુજ એક મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે માં મોગલ નું આવેલું છે અને દરેક ભક્તો ત્યાં દર્શને આવે છે. આ મંદિર મોગલધામ તરીકે જાણીતું છે.
મોગલધામ મંદિરનો ઇતિહાસ લગભગ ચારસો પચાસ વર્ષ જૂનો છે. આ મોગલમાં ના નવા મંદિરનું નિર્માણ ૧૯૯૭ના રોજ કરવામાં આવ્યું હતું. ભગુડા ગામમાં માં મોગલ હાજરાહજૂર બિરાજમાન છે.
આ મંદિરમાં દેશ વિદેશથી લાખો લોકોની સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શને આવતા હોય છે.અને ભગુડામાં રવિવારના રોજ અને મંગળવારના રોજ બહુ વધારે પ્રમાણમાં ભક્તો માં મોગલ ના દર્શને આવતા હોય છે.
અહીં એવું માનવામાં આવે છે કે માંમોગલને લાપસી બહુ પ્રિય હતી એટલે મોગલમાં ને લાપસીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.તેથી માં મોગલ બધાના દુઃખ દૂર કરીને બધા ભક્તોની મનોકામના પુરી કરે છે. ઘણા લોકો પુત્રપ્રાપ્તિ માટે પણ આ મંદિરમાં માનતા માનતા હોય છે. જયારે આ મનોકામના પૂર્ણ થાય ત્યારે આ મંદિરમાં પોતાના પુત્રનો ફોટો માં મોગલને ચડાવતા હોય છે.
આ મંદિરમાં શ્રદ્ધાથી જે ભક્તો પ્રાર્થના કરતા હોય છે તેમને માં મોગલ તેના ઉપર કોઈ દિવસ મુશ્કેલીઓ આવવા દેતા નથી. માં મોગલ આ ભગુડા ગામમાં સાક્ષાત બિરાજમાન છે આથી આ મંદિરમાં આવતા બધા ભક્તો ના દુઃખો દૂર કરીને તેમની બધી મનોકામના પુરી કરે છે.