કરોડોની લાંચને ઠોકર મારી ભારતીય જવાને પકડ્યું હતું પાકિસ્તાનથી આવેલું 200 કરોડનું ડ્રગ્સ, સલામ છે આવા ભારતીય જવાન ને…

આપણે સૌ જોઈએ છીએ કે, કોઈન રાજ્યની કે દેશની સરહદ પર નશીલા પદાર્થને બેરોકટોક ઘુસાડવામાં આવે છે. દેશમાં જમ્મુ કાશ્મીર, પંજાબ રાજસ્થાન જેવી જગ્યાથી ઘુસી આવે છે. થોડા સમય પહેલા BSF અને પોલીસે જમ્મુ કાશ્મીરમાં ફરી કહેવાર સરહદ પાસેથી નશીલા પદાર્થને ઝડપી પાડયું હતું.

વર્ષ 2017ના જુલાઈમાં જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા પર સલામાબાદ વ્યાપાર સુવિધા કેન્દ્ર પર પાકિસ્તાનના કબજાના કાશ્મીરથી આવેલા એક ટ્રકમાંથી પોલીસે 40 કિલોગ્રામ હેરોઇન અને બ્રાઉન શુગર કબ્જે કર્યું હતું.પોલીસના જણાવ્યા પ્રમાણે જપ્ત કરેલઈ હેરોઇન અને બ્રાઉન શુગરની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા હતી,

સાથે જ પોલીસે એ પણ જણાવ્યું હતું કે આ અત્યાર સુધીનો સૌથી મોટો જપ્ત કરાયેલો ડ્રગ્સનો જથ્થો છે. માહિતી અનુસાર, આ સૌથી મોટી સફળતા પાછળ બી.એસ.એફ. ના જવાનનો હાથ હતો, જેને ટ્રક ડ્રાઈવરે 1 કરોડ રૂપિયાની લાંચ લઈને ટ્રકને છોડવાની વાત કરી હતી.

બી.એસ.એફ. જવાને ઠોકર મારી હતી 1 કરોડની લાંચને:

સમાચાર અનુસાર, પહેલા પકડાયા પછી ટ્રકના ડ્રાઈવરે બી.એસ.એફ ના આ જવાનને ૧ કરોડ રૂપિયાની લાંચ લઈને છોડવાની વાત કહી હતી પરંતુ દેશની સુરક્ષાને તેના સર્વોપરી ધર્મ તરીકે માનીને આ બી.એસ.એફ. ના જવાને ૧ કરોડ રૂપિયાને ઠોકર મારીને ટ્રક ડ્રાઈવરને પકડાવી દીધો હતો.

જવાને કહ્યું કે તે પૈસા લઈને દેશના લાખો કરોડો યુવાનોના જીવનથી અને દેશના ભવિષ્ય સાથે રમત ન રમી શકે. ચાલો પોલીસ અને સુરક્ષા દળોએ મળીને સરહદ પારથી થવાવાળી માદક દ્રવ્યોની દાણચોરી સામે સંયુક્ત ઝુંબેશ ચલાવી છે.

સરહદ પારથી ભારતમાં મોકલવામાં આવ્યું હતું 200 કરોડનું ડ્રગ્સ:
પોલીસ અને સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં એક વાર ફરીથી કડકાઈ બતાવીને પાકિસ્તાનથી આવતી એક ટ્રકમાં કરોડોની કિંમતની નશીલી હેરોઇન અને બ્રાઉન શુગર જપ્ત કરી હતી, જેની કિંમત લગભગ 200 કરોડ હતી. અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *