ટ્રકમાં 900 કિલો સિક્કાઓ લઈને જયારે આ વ્યક્તિ BMW ખરીદવા પહોંચ્યો અને પછી જે થયુ …

આજે ઘણા લોકો પાસે પૈસા નથી હોતા અને મોટા સ્વપ્ન જોતા હોય છે. ત્યારે અમુક સપના એવા હોય છે ફક્ત સ્વપ્ન જ રહી જતા હોય છે ત્યારે મોટાભાગે તમે સાંભળ્યું હશે કે લોકોને જે ચીજની ઈચ્છા હોય છે તેઓ તેને મેળવવા માટે કંઈપણ કરતા હોય છે. આજે અમે તમને એવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે પણ હેરાન રહી જાશો.

આ ઘટના ચીન ના ટોંગરેન શહેર ની છે જ્યા એક વ્યક્તિ એ એવું કરી દીધું કે તેને જાણીને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. તે વ્યક્તિ ની ઈચ્છા હતી કે તેની પાસે પણ એક લકઝરી ગાડી હોય અને તે બીએમડબલ્યુ ખરીદવા માગતો હતો. જેના માટે તેમણે આગળના સાત વર્ષથી પૈસા જમા કરવાનું શરૂ કરી દીધું હતું.

કાર ખરીદવા માટે જમા કર્યા પૈસા પણ ક્યારેય આ વ્યક્તિએ વિચાર્યું ન હતું કે તે એટલા પૈસા જમા કરી લેશે જેનાથી તે પોતાના સપનાની કાર બીએમડબલ્યુને ખરીદી શકે. આ વ્યક્તિએ કાર ખરીદવા માટે એક એક સિક્કો જમા કર્યો અને તે દરેક સિક્કા ને લઈને કાર ખરીદવામા માટે શોરૂમ પહોંચી ગયો. પણ શોરૂમ જતા પહેલા આ વ્યક્તિએ પોતાના મિત્રોની સાથે મળીને આ સિક્કાને ચાર દિવસ સુધી ગણ્યા અને તેની પાસે 50 લાખ કરતા પણ વધારે સિક્કાઓ નીકળ્યા.

કાર ખરીદવા માટે શો રૂમમાં ટ્રક ભરીને સિક્કા લઇ આવ્યો હતો. પણ હેરાનીની વાત તો ત્યારે થઇ જયારે તે બધા સિક્કા લઈને કાર ખરીદવા માટે શો રૂમ આવ્યો તો ત્યાં દરેક કોઈ આ નજારા ને જોઈને હેરાન રહી ગયા હતા. બીએમડબલ્યુ કાર ખરીદવા માટે તે વ્યક્તિ પોતાની સાથે ટ્રક લાવીને ત્યાં પહોંચ્યો હતો. તે આ બધા સિક્કાને ટ્રક માં ભરીને લાવ્યો હતો અને શોરૂમ ના મૈનેજરની પાસે જઈને બોલ્યો કે તેને કાર ખરીદવી છે. સિક્કા ગણવા માટે બોલાવ્યા 11 કમર્ચારીઓને બોલાવ્યા હતા.

જેના પછી આ સિક્કા ગણવા માટે બેન્કમાં ફોન કરીને 11 કર્મચારીઓને બોલાવડાવ્યા અને 10 કલાકની મહેનત પછી 900 કિલોના આ સિક્કા ગણી શકાયા. સિક્કાની ગણતરી પુરી થતા જ પૂરો શોરૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો અને મેનેજેરે ગાડીની ચાવી આ વ્યક્તિ ને સોંપી દીધી.
આ સિક્કા નું વજન 900 કિલો હતું. બધા જ પૈસા ગણાઈ ગયા પછી મેનેજરે તે વ્યક્તિને ગાડીની ચાવી સોંપતા જ વ્યક્તિ ખુબ જ ખુશ થઇ ગયો હતો. આખરે તેનું વર્ષો પહેલાનું બીએમડબલ્યુ કાર લેવાનું સપનું પૂરું થઇ ગયું. પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ તે વ્યક્તિએ સિક્કા સાથે 480,000 યુઆનનું વાહન ખરીદ્યું હતું.

pinal patel

Leave a Reply

Your email address will not be published.