આ દેશી ઈલાજ થી ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડમુળથી થશે ગાયબ…

આજકાલ ચામડીના રોગો ઝેરી અને મિલાવટ વાળા ખોરાકના લીધે તેમજ પ્રદુષણણે લીધે ખુબ જ વધ્યા છે.  બીજી તરફ જોઈએ તો ઋતુ અને વાતાવરણના લીધે પણ ઘણા ચામડીના રોગો થતા હોય છે.

આ જીદ્દી ચામડીના રોગો દુર કરવા પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. જુદા-જુદા મલમ અને ટ્યુબ ગમે તેટલો ઉપયોગ કરવા છતાં આ રોગ દુર થતા જ નથી.

ચામડીના રોગોને કાબુમાં કરવા ખુબ જ મુશ્કેલ હોય છે, ગમે તેટલા ખર્ચ પછી પણ રીઝલ્ટ નથી આપતા. પણ આજે અમે તમને જોરદાર ઘરેલું દવા બતાવીશું કે જેનાથી ગમે તેવા જુના ચામડીના રોગને પણ જડથી ખતમ કરી શકાશે.

પણ શરત એટલી કે નીચે બતાવેલો ઉપચાર ધ્યાનથી વાંચો, અને જેમ જણાવ્યું છે તે રીતે જ ફોલો કરો. નહિ તો ધાર્યા મુજબ રીઝલ્ટ ઓછું મળશે. સૌ પ્રથમ નીચે મુજબ સામગ્રી તૈયાર કરો.

લીમડાની પેસ્ટ (પ્રથમ જરૂરી વસ્તુ)

લીમડો એક ભારતમાં આસાનીથી મળી રહેતી આયુર્વેદિક વનસ્પતિ છે. તે આયુર્વેદમાં ખુબ ઊંચું સ્થાન ધરાવે છે. આ લીમડો ચર્મરોગમાં ખુબ ઉપયોગી છે, ધાધર, ખરજવું વગેરે જેવા રોગોમાં ખુબ અકસીર છે.

તો લીમડાની પેસ્ટ બનાવવામાં સૌ પ્રથમ એક વાટકા જેટલા લીમડાના લીલા પાન લેવા, ત્યાર બાદ તેને ધોઈને સાફ કરવા. તે પાનમાં હવે થોડું પાણી (2-3 ચમચી જેટલું) નાખો અને તેણે વાટીને તેની પેસ્ટ બનાવી લો.

કપૂરની ટીકડી કે ગોળી (બીજી જરૂરી વસ્તુ)

કપૂર આદી કાળથી એક ઔષધીના રૂપમાં કામ આપે છે. ઋષિમુનીઓ હવનમાં પણ તેનો ઉપયોગ કરતા અને હજુ પણ કરાય છે.

આ કપૂર ચામડીના રોગ માટે પણ ખુબ ઉપયોગી છે. આપણા જુના વૈદ્યો પણ કપૂરનો ચર્મરોગ માટે ઉપયોગ કરતા હતા. આ કપૂરની 1 ગોળી તમે લો. અને તેણે વાટીને તેનો એકદમ જીણો પાઉડર બનાવી લો.

એલોવેરાની જેલ. (ત્રીજી જરૂરી વસ્તુ)

એલોવેરાનો ઉપયોગ આપણે અહી કહ્યા મુજબ કરવાનો છે. સૌ પ્રથમ ફ્રેશ એલોવેરા લઈને તેને ધોઈ નાખો. બાદ તેનું ઉપરનું કવર દુર કરીને તેની જેલ કાઢી લો.

આપણે તેમાંથી ૩-૪ ચમચી જેલ એક અલગ વાટકામાં લો. ત્યાર બાદ તેણે ચમચીથી હલાવી નાખો. જેથી તે જેલ એકદમ લીક્વીડ રૂપે બની જાય.

ઉપરની ત્રણેય સામગ્રીને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવાની પદ્ધતિ.

બધાથી પહેલા એક સાફ બાઉલમાં ૩ ચમચી એલોવેરા જેલ લો, તેમાં 2 ચમચી લીમડાની પેસ્ટ ઉમેરો. અંતમાં જે કપૂરની ગોળીનો પાઉડર બનાવેલો તે એડ કરી દો.

આ ત્રણેય વસ્તુને ધીમે-ધીમે મિક્સ કરી નાખો. 2 મિનીટ સુધી સારી રીતે મિક્સ કરો જેથી બધું બરોબર મિક્સ થઇ જાય.

આ મિક્સ કરેલી પેસ્ટનો ઉપયોગ કેમ કરવો.

આ પેસ્ટ તમને જે ચામડીના ભાગમાં ખંજવાળ, ધાધર કે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તે ભાગમાં લગાવો. આ પેસ્ટને કોટન (રૂ)ની  મદદથી લગાવો. જેથી કોઈ બીજો પ્રોબ્લેમ ના થાય.

અને જો કોટન ના હોય તો તમે હાથ વડે લગાવો. પણ ધ્યાન એ રાખવું કે તમારા હાથ ફ્રેશ હોવા જોઈએ. પૂરો ભાગ કવર થાય એ રીતે આ પેસ્ટ ત્યાં લગાવો.

આ પેસ્ટ થોડા સમય બાદ સુકાઈ જાય, બાદમાં થોડો સમય પેસ્ટ એમ જ રહેવા દો, ત્યાર પછી તે ભાગને પાણીથી ધોઈને સાફ કરો, આ પાણી વધુ પડતું ગરમ કે ઠંડુ ના લેવું. આ પાણી નોર્મલ હોય તો વધુ સારું અને પાણી સ્વચ્છ લેવું.

આ પેસ્ટ નો ઉપયોગ તમને જરૂર રાહત આપશે. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી ચામડીનો ગમે તેવો અઘરો રોગ પણ જડથી દુર થવાની પૂરી સંભાવના છે.

તેમજ ચામડીનું ઇન્ફેકશનના દાગ હશે તો તે પણ દુર થશે. તોળા જ સમયમાં તમને એમ લાગશે જ નહી કે, તમને કોઈ ચામડીનો રોગ પણ હતો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *