માત્ર 1 જ દિવસમાં દવા કે ગોળી વગર છાતીમાં જામેલો કફ અને શ્વાસની સમસ્યા ગાયબ, બસ કરીલો આ 100% અસરકારક ઉપચાર..

બદલાતા હવામાન અને વાયરલ ઇન્ફેકશન કારણે ગળા અને છાતીમાં કફ જામવાની સમસ્યા વધી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે અને સતત છીંકો આવે છે, આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે.

છાતીમાં જમેલો કફ એટલો ખતરનાક બની જાય છે કે માણસને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ફેફસાંના નવા રોગો જન્મે છે. જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે.

કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, વધુ પડતી સ્મોકિંગ વગેરે. આ એવી સમસ્યા છે જેના માટે વગર દવાએ થોડી કાળજી રાખીને ઘરે જ કેટલાક સરળ ઉપચારથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઘરેલુ ઉપચાર કોઈપણ પ્રકારની આડઅસર વગર બાળકોથી લઈને વૃદ્ધો દરેક માટે  માટે પણ ઉપયોગી છે.

આયુર્વેદમાં જામેલા કફની સમસ્યા માટે હળદરનો ઉપચાર એક પ્રભાવશાળી ઉપચાર છે. હળદર એક શ્રેષ્ઠ  એન્ટીબાયોટિક્સ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. ગરમ દૂધમાં હળદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરી, આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.

લસણના ઔષધી ઉપયોગ - સનાતન સંસ્થા

લસણમાં સોજો દૂર કરનારા તત્વો રહેલાં છે અને લીંબૂમાં સિટ્રિક એસિડ રહેલું છે. જ્યારે આ બન્ને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જામેલા કફની સમસ્યા ગાયબ થઈ જાય છે. તેના માટે એક કપ પાણી ઉકાળી લેવું અને તેમાં ત્રણ લીંબૂનો રસ નાખવો.

તેમાં થોડુંક વાટેલું લસણ નાખવું અને સાથે જ તેમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખી એક ચપટી મીઠું નાખવું. આ બધાંને સરખી રીતે મિક્ષ કરી લેવું અને પીવું. આનું સેવન કરવાથી કફની સમસ્યા છૂમંતર થઈ જશે.

આ ઉપરાંત આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ તરત જ છૂટો પડી જશે.

મીઠાવાળા પાણીના કોગળા એક પ્રાચીન અને દમદાર ઉપાય છે. તેના માટે એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું. હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા.

આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ.

કાળા મરીથી પણ અતિ ગુણકારી છે સફેદ મરી શરદી, ઉધરસ અને કફ માટે તો છે 100% અસરકારક - Deshi Osadiya

કાળા અને સફેદ બન્ને મરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. મરીનો સ્વાદ તીખો હોય છે. જેથી મરીનો ઉપયોગ કફની સમસ્યામાં કારગર સાબિત થાય છે. તેના માટે અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવા.

ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું. આ પેસ્ટ પીવાથી જામેલા કફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે આ મિશ્રણને એક સપ્તાહ સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.

લીંબૂ સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે તેનું વર્ણન આપણા પ્રાચીન ગ્રંથો અને આયુર્વેદમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે લીંબૂમાં રહેલું સિટ્રિક એસિડ અને મધમાં રહેલું તત્વ જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટે અને ગળામાં થતાં દુઃખાવાને દૂર કરવામાં લાભકારી સિદ્ધ થાય છે. તેના માટે બ્લેક ટી બનાવવી અને તેમાં એક ચમચી તાજા લીંબૂનો રસ નાખવો ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ ટીનું સેવન કરવું.

કફની સમસ્યા માટે એક ડુંગળી લઈને તેને છોલીને પીસી લેવી. હવે તેમાં એક લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવું. આંચ પર થી ઉતારી તેમાં એક ચમચી મધ નાખવું. હવે આ મિશ્રણને દિવસમાં ત્રણવાર પીવું, નિયમિત પીવાથી ગળફા અને કફ જામવાની સમસ્યા તરત દૂર થશે.

pinal patel

Leave a Reply

Your email address will not be published.