ચમત્કારિક ઝંડ હનુમાન દાદાનું મંદિર કે જ્યાં લોકો દૂર દૂરથી માનતા રાખવા માટે આવે છે. દરેક ભક્તોની માનતા પુરી કરે છે. હનુમાન દાદા

આજે અમે તમને ગુજરાતમાં આવેલા ચમત્કારિક ઝંડ હનુમાન મંદિર વિષે જણાવીશું. આ મંદિર પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડામાં આવેલું છે. આ મંદિરમાં હનુમાન દાદાની 21 ફુટ ઊંચી મૂર્તિ આવેલી છે અને કહેવામાં આવે છે કે આ મૂર્તિની સ્થાપના ભીમ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરમાં ભીમની ઘંટી અને એ સમયનો એક કૂવો પણ આવેલો છે.

પાંડવો એકવાર પોતાના વનવાસ દરમિયાન આ વનમાં રોકાયા હતા એ સમયે હનુમાન દાદાએ એક દુર્બળ વાનરનું રૂપ ધારણ કર્યું હતું અને ભીમનો રસ્તો તેમના પૂંછડા વડે રોક્યો હતો.

ભીમે પૂંછડું પકડીને તેને બાજુમાં કરવાની કોશિશ કરવાનો કરી પણ તે નિષ્ફ્ળ રહ્યા. આ પાછી હનુમાન દાદા પોતાના અસલી રૂપમાં આવ્યા અને તેમને કહ્યું કે કોઈપણ માણસ સામાન્ય સમજવાની કોશિશના કરવી.

જે દેખાય એ સત્ય નથી હોતું. આમ કહીને હનુમાન દાદાએ ભીમના બળનું અભિમાન ઉતાર્યું હતું. આ પાછી આ જગ્યાએ હનુમાન દાદાની 21 ફુટની મૂર્તિની સ્થાપના કરી હતી.

આ જગ્યાએ અર્જુને તિર માળીને પાણી કાઢ્યું હતું. આજે તે કૂવો પણ આ જગ્યાએ હાજર છે. અહીં આવતા ભક્તોની બધીજ મનોકામના પૂર્ણ થાય છે. માટે દૂર દૂરથી લોકો અહીં માનતા માનવ માટે આવે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *