સંસ્કારી ‘ગોપી વહુ’એ બોલ્ડ અવતારમાં કર્યો એવો ડાન્સ, યુઝર્સ બોલ્યા કે- તમારા થી નહિ થઈ શકે આવો હોટ ડાન્સ…

“સાથ નિભાના સાથિયા”ની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પણ અવાર નવાર શેર કરે છે.

ગોપી વહુની ઇન્સ્ટાગ્રામ પર ઘણી ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો છે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને ખૂબસુરત તસવીરોથી ભરેલુ છે. દેવોલીના ભટ્ટાચાર્જીએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે. ટીવી ધારાવાહિકમાં સીધી સાદી ગોપી વહુનુ પાત્ર નિભાવનાર દેવોલીના આ વીડિયોમાં બોલ્ડ અંદાજમાં બેલી ડાંસ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં દેવોલીના બેલી ડાંસની પ્રેક્ટિસ કરી રહી છે. તેણે આ વીડિયો શેર કરતા એ પણ કહ્યુ છે કે, તે જલ્દી જ આ ડાંસનો પૂરો વીડિયો ચાહકો સાથે શેર કરશે. દેવોલીનાએ બ્લેક કલરનુ અપર પહેર્યુ છે, સાથે જ તેણે બેલી બેલ્ટ પણ બાંધેલી છે અને તે જબરદસ્ત ડાંસ કરી રહી છે.

ચાહકોને દેવોલીનાનો આ અંદાજ ઘણો જ પસંદ આવ્યો છે. આ વીડિયોને 6 લાખથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે. ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ કમેન્ટ કરી રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, ગોપી વહુ આ શું, ત્યાં જ એક અન્યએ લખ્યુ કે, ગોપી વહુ શાનદાર ડાંસ. એક યુઝરે લખ્યુ કે આરામથી કરો નહિ તો તમારુ બેકબોન પેન ફરીથી શરૂ થઇ જશે. એક યુઝરે તો લખ્યુ કે, ગોપી વહુ સંસ્કાર ભૂલી ગઇ કે શુ.

‘બિગબોસ 13’ સ્પર્ધક અને ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આ દિવસોમાં ટીવીથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયાથી દૂર નથી. આ દિવસોમાં દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયોથી ચાહકોમાં તહેલકો મચાવી રહી છે.

લાંબા સમય સુધી નાના પડદા પર ગોપી વહુનું પાત્ર ભજવનાર અભિનેત્રી દેવોલીનાએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેના આ પાત્રને ઘરે ઘરે તેની ઓળખ મળી હતી પરંતુ આ સાથે તે લોકોના દિલમાં એક સીધી સંસ્કારી છબી બની ગઈ છે.

ટીવીની સંસ્કારી પુત્રવધૂ દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ચાહકોને કોઈ મુદ્દાને લઈને તેની રાય અથવા તેના બોલ્ડ અંદાજથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. મિત્રો સાથે પોતાનો જન્મદિવસ ઉજવનાર દેવોલીના અત્યાર સુધીની તેની બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળી હતી.

ઓન-સ્ક્રીન દેવોલીના હંમેશા સિમ્પલ લુકમાં દેખાતી હતી પરંતુ જો તમે તેના સોશિયલ મીડિયા પર નજર નાખો તો તે ઘણી વખત એવી તસવીરો પોસ્ટ કરે છે જેમાં તેના ચાહકો સંપૂર્ણપણે હેરાન થઇ જતા હોય છે. તાજેતરમાં દરેકની મનપસંદ ગોપી વહુએ તેના સોશિયલ મીડિયા પર ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેમાં તે પૂલ કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.

આ સાથે તે તેના સોશિયલ મીડિયા પર બેલી ડાન્સ કરતો વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં દેવોલિનાએ યલો આઉટફિટમાં બેલી ડાન્સ કર્યો હતો અને વીડિયોમાં જોઈ શકાય છે કે દેવોલિના ગ્રીનરીની વચ્ચે ડાન્સ કરી કરી રહી હતી.

દેવોલિનાએ ખુબ જ નાના કપડાં પહેરીને બેલી ડાન્સ કર્યો હતો. જણાવી દઈએ કે  કેટલાક સમયથી દેવોલિના બેલી ડાન્સ શીખી રહી છે. આની પહેલા પણ દેવોલિનાએ તેના સોશિયલ મીડિયા પર બેલી ડાન્સના અમુક વીડિયો પણ ચાહકો સાથે શેર કર્યા હતા.

કેટલાક લોકો દેવોલિનાએ તેના જન્મદિવસ નિમિત્તે પોસ્ટ કરેલી આ તસવીરો અને વિડીયોને પસંદ કરી રહ્યા છે તેમજ કેટલાક લોકો તેને સવાલ કરીને ટ્રોલ કરી રહ્યા છે. તેના આ ડાન્સ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘સંસ્કાર ગોપી બહુ’. તેમજ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ તમને શું થઇ ગયું છે ગોપી દી’. જોકે કેટલાક લોકોને આ વીડિયો ખૂબ જ ગમ્યો અને તેઓએ દેવોલીનાની ખુબ જ પ્રશંસા કરી હતી.

Devoleena Bhattacharjee's hot pictures

દેવોલિના ભટ્ટાચાર્જીએ 22 ઓગસ્ટ 2021ના ​​રોજ નાસિકમાં પોતાનો 36મો જન્મદિવસ તેના મિત્રો સાથે ઉજવ્યો હતો જેની તસવીરો ચાહકો સાથે ઘણી તસવીરો શેર કરી હતી. પીળા રંગના આઉટફિટ સિવાય તેણે એક બ્લેક ડ્રેસમાં પણ  તસવીર શેર કરી હતી જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

પુલની અંદર ખુબ જ બોલ્ડ અંદાજમાં  પોતાનું ટેટૂ બતાવતી પણ જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું, ‘આ મારો સૌથી ખાસ દિવસ છે. મને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’ ચાહકોએ પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *