આપણા દેશમાં હજારોથી પણ વધારે ભગવાનના મંદિરો આવેલા છે, તે બધા જ મંદિરો પ્રાચીનકાળના માનવામાં આવે છે અને તેમાંથી અમુક મંદિરો પાછળ રહસ્યો પણ જોવા મળતા હોય છે, એટલે દરેક મંદિરોમાં ભગવાનના દર્શને દુરદુરથી ભક્તો આવતા હોય છે, અને દરેક ભક્તોના દુઃખો દર્શન માત્રથી જ દૂર થતા હોય છે અને જીવનની બધી જ મનોકામનાઓ પુરી થતી હોય છે.
તેવું જ આ ધારાદેવીનું મંદિર ઉત્તરાખંડના શ્રીનગરથી લગભગ ચૌદ કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. ધારાદેવીનું આ મંદિર જૂનું અને રહસ્યમય મંદિર માનવામાં આવે છે. ધારાદેવીના મંદિરમાં દુરદુરથી ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે, અને મંદિરમાં આવતા દરેક શ્રદ્ધારુઓના દર્શન માત્રથી જ દુઃખો દૂર થઇ જતા હોય અને બધા જ ભક્તોની માનતાઓ પુરી થતી હોય છે.
આ મંદિરને વિશ્વનું અનોખું મંદિર ગણવામાં આવે છે. આ મંદિર પાછળ રહસ્ય આજે પણ છુપાયેલું જોવા મળે છે જેનાથી મંદિરમાં અનેક પ્રકારના ચમત્કારો પણ થતા જોવા મળે છે. ધારાદેવી મંદિરની મૂર્તિ વિષે એવું કહેવામાં આવે છે કે આ મૂર્તિ દિવસમાં ઘણી બધી વખત રંગ બદલતી જોવા મળે છે અને આ મંદિરમાં દરરોજ સાક્ષાત ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે.
આથી આ મંદિરમાં ભક્તો માતાજીના ચમત્કાર જોવા માટે દુરદુરથી આવતા હોય છે અને ધારાદેવી માતાજીના આર્શીવાદ મેળવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં માતાજીની મૂર્તિ દિવસમાં ત્રણવાર સ્વરૂપ અને રંગ બદલતા જોવા મળે છે. આથી આ મંદિરમાં આવતા દરેક ભક્તોનું જીવન માતાજી સુખ અને શાંતિથી ભરી દેતા હોય છે.