ભાવનગરના આ ૮૭ વર્ષના દાદા કરોડપતિ હોવા છતાં આજે પોતાની ૧૭ લાખની કાર લઈને રસ્તા પર સીતાફળ વેચવા માટે બેસે છે. ધન્ય છે આ દાદાને.

મિત્રો આજ સુધી તમે ઘણા ગરીબ લોકોને રસ્તા પર શાકભાજી અને ફળ વેંચતા જોયા હશે. પણ આજે અમે તમને એક એવા વૃદ્ધ દાદા વિષે જણાવીશું કે જે ૧૭ લાખ રૂપિયાની કાર લઈને રસ્તા પર ફળ વેચવા માટે આવે છે.

આ દાદા આજે ૮૭ વર્ષના છે અને તેમનું નામ ગિલા ભાઈ છે. તે કરોડપતિ હોવા છતાં આજે રોડ પર સીતાફળ વેચે છે.આ દાદાની આખી સીતાફળની વાડી છે અને તે છેલ્લા ૧૫ વર્ષથી સીતાફળની ખેતી કરે છે.

દાદાએ ખેતીમાંથી પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે અને ૮૭ વર્ષની ઉંમરે પણ આજે દાદા પોતાની ૧૭ લાખ રૂપિયાની કારમાં સીતાફળ ભરીને રોડ પર તેને વેચવા માટે જાય છે. દાદાનું માનવું છે કે જ્યાંર સુધી હાથ પગ ચાલે ત્યાર સુધી માણસે મહેનત કરવી જોઈએ.

દાદા આજે તેમના ખેતરમાં દાડમ અને સીતાફળની ખેતી કરે છે. દાદા પોતાનો ટાઈમ કાઢવા માટે જયારે દાડમ ની સીઝન હોય ત્યારે દાદા રસ્તા પર દાડમ વેચે છે અને સીતાફળની સીઝન હોય ત્યારે દાદા સીતાફળ વેચે છે.

ભલે દાદા આજે કરોડપતિ છે તો પણ કોઈપણ જાતની શરમ રાખ્યા વગર રોડ પર સીતાફળ વેચે છે.કોઈપણ કામ નાનું નથી હોતું અને દાદા આજના યુવાનોને એક મોટી શીખ આપી રહ્યા છે.

તમે જીવનમાં ગમે તેટલા સફળ બની જાઓ તમારે કયારેય ના ભૂલવી જોઈએ કે તમે ક્યાંથી આવો છો. તો તમે જીવનમાં હંમેશા સફળ થશો. આજે આ દાદા પોતાની ૧૭ લાખની કારમાં સીતાફળ ભરીએ રોડ પર વેચવા માટે આવે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *