રૂપિયા ખર્ચ કર્યા વિના બદલાશે ભાગ્ય, અપનાવો જ્યોતિષના ઘરેલૂ ઉપાયો…

વ્યક્તિને તેના દરેક સારા-ખરાબ કર્મોનું ફળ તેના ભાગ્યના રૂપમાં મળતું રહે છે. સારા કર્મો પર સારો અને ખરાબ કર્મો પર ખરાબ ભાગ્ય અસર કરે છે.

આજે અહીં જ્યોતિષના કેટલાક એવા ઉપાયો આપવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિ પોતે પોતાના ભાગ્યમાં પરિવર્તન લાવી શકે છે. તેને સંપૂર્ણ રીતે બદલવું ઇશ્વરના હાથમાં હોય છે.

ધન પ્રાપ્તિ માટે

સોમવારે શિવમંદિરમાં જાઓ અને દૂધ મિશ્રિત જળને શિવલિંગ પર ચઢાવો.

રૂદ્રાશ્રની માળાથી ઓમ સોમેશ્વરાય નમઃનો 108 વાર જાપ કરો. સાથે પૂર્ણિમાએ પાણીમાં દૂધ મિક્સ કરો અને ચંદ્રમાને અદર્ય આપીને ધંધામાં પ્રગતિની કામના કરો, તરત અસર દેખાશે.

અનેક કોશિશો બાદ પણ ઘરમાં રૂપિયા આવતા નથી તો એક નાનો ઉપાય કરો.

સોમવાર કે શનિવારે છોડા ઘઉંમાં 11 તુલસીના પાન, 2 દાણા કેસર મિક્સ કરીને પીસી લો, બાદમાં તેને લોટમાં મિક્સ કરી લો. ઘરમાં બરકત આવશે અને લક્ષ્મી સતત પ્રગતિ કરવા લાગશે.

ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ રહે તે માટે એક લોખંડના વાસણમાં જળ, દૂધ અને ખાંડ મિક્સ કરી લો. તેને પીપળાના ઝાડની નીચે ઊભા રહીને પીપળાના મૂળમાં નાંખો. તેનાથી ઘરમાં સ્થાયી લક્ષ્મી વાસ કરે છે.

ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે માટીના સુંદર વાસણમાં સોના-ચાંદીના સિક્કાને લાલ કપડાંમાં બાંધીને રાખો, ત્યારબાદ વાસણને ઘઉં કે ચોખાથી ભરીને ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રાખો. આમ કરવાથી ઘરમાં ધનનો અભાવ રહેશે નહીં.

જ્યોતિષની રીતે સાસરીમાં સુખી રહેવા માટે ક્ન્યા દ્વારા કરાતા ઉપાયો…

આખા કાળા અડદમાં લીલી મહેંદી મિક્સ કરો અને જે દિશામાં પતિ-પત્નીનો રૂમ હોય ત્યાં ફેંકો. બંનેની વચ્ચેનો પ્રેમ વધે છે અને તેઓ સુખી રહે છે.

જો કન્યા હળદરની 7 ગાંઠ, પિપળનો ટુકડો, થોડો ગોળ લઇને સાસરી તરફ ફેંકે છે તો તે કન્યા સાસરીમાં સુખ મેળવે છે.

જ્યારે લગ્ન બાદ કન્યા વિદાય થાય ત્યારે એક લોટામાં ગંગાજળ, થોડી હળદર, એક પીળો સિક્કો લઇને કન્યાના માથા પરથી ઉપરથી નીચે સાત વાર ઉતારોને તેની આગળ ફેંકો. કન્યાનું વૈવાહિક જીવન સુખી રહેશે.

રોગોથી મુક્તિ મેળવવાના કેટલાક ઘરેલૂ ઉપાયો જે જ્યોતિષમાં કહ્યા છે

જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશે ત્યારે લીમડાની તાજી કૂંપળો, ગોળ અને મસૂરની સાથે પીસીને ખાવાથી વ્યક્તિ આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહે છે.

જો વ્યક્તિ ચીડિયા કરતું હોય અને વાતવાતમાં ગુસ્સો કરતું હોય તો તેની ઉપરથી રાઇ અને મરચું ઉતારી લો. તેને કોઇ પીડિત વ્યક્તિને જોવા માટે કહો.

સવારે નયણા કોટે પાણી, દૂધ કે ચા ન પીઓ. ઉઠતાં સૌ પહેલાં બંને હથેળીના દર્શન કરો. તે સ્વાસ્થ્ય સારું રાખે છે અને ભાગ્યને પણ ચમકાવે છે.

જો કોઇની સાથે વારેઘડી દુઘટના થાય છે તો શુક્લ પક્ષના પહેલા મંગળવારે 400 ગ્રામ દૂધથી ચોખાને ધોઇને વહેતી નદી કે ઝરણાંમાં પ્રવાહિત કરો, આ ઉપાય સાત મંગળવાર કરો. દુર્ઘટનાઓ બંધ થઇ જશે.

જો કોઇ જૂનો રોગ ઠીક નથી થતો તો તમે ગોમતી ચક્ર લો અને તેને એક ચાંદીના તારમાં પરોવીને પલંગની સાથે બાંધો. રોગ જલ્દી ભાગી જશે.

કોઇ રોગ અસાધ્ય બને અને દવાઓ કામ કરવાનું બંધ કરી દે તો તમે પીડિત વ્યક્તિના ઓશિકા નીચે એક તાંબાનો સિક્કો રાખો અને સવારે તેને શ્મશાનમાં ફેંકી દો. દવાઓ અસર શરૂ કરી દેશે અને રોગ જલ્દી દૂર થઇ જશે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *