દેશમાં ઘણા બધા ભગવાન ના મંદિરો આવેલા છે. બધા જ મંદિરોની પાછળ કંઈકને કંઈક રહસ્ય રહેલું હોય છે. આથી દરેક મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને ભગવાન બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા આજ હોય છે. તેવું જ આ મંદિર અમદાવાદથી સાહીઠ કિલોમીટ દૂર આવેલું આ ગણપતપુરા ગામમાં સ્વયંભૂ જમણી સૂંઠ વાળા ગણપતિનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ મંદિરમાં ખાસ વાત તો એ છે કે જમણી સૂંઠવાળા ગણપતિ આવેલા છે, આમ મોટા ભાગના મંદિરોમાં તો ડાબી સૂંઠવાળા ગણપતિ જોવા મળતા હોય છે. આ મંદિરના પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે,આ ગામના એક ખેડૂતને ખેતરમાં કામ કરતો હતો અને તેને આ એક મૂર્તિ મળી તો તેને મૂર્તિને ગાડામાં મૂકી તો ગાડું જાતે જ ચાલવા લાગ્યું હતું અને આ ગાડું ત્યાં જઈને ઉભું રહ્યું ત્યાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે.
આથી આ મંદિરમાં દુરદુરથી ભક્તો ગણપતિના દર્શન કરવા માટે આવતા હોય છે અને બધા ભક્તોની મનોકામના ગણપતિ પુરી કરતા હોય છે. અને આ મંદિરની એક માન્યતા છે કે જે લોકોને માનતા રાખી હોય તે લોકોને આ મંદિરમાં આવીને અનાજનો ઊંધો સાથિયો દોરવાનો અને જયારે માનતાપુરી થાય ત્યારે મંદિરમાં આવીને સીધો સાથિયો દોરો ત્યારે તમારી માનતા પુરી થાય છે.
આ મંદિરમાં ઘણા બધા ચમત્કારો પણ થતા જોવા મળતા હોય છે. અને આ મંદિરમાં બુંદીનો પ્રસાદ અર્પણ કરવામાં આવતો હોય છે. આથી આ મંદિરમાં આવતા બધા જ ભક્તોના ગણેશજી દુઃખો દૂર કરીને તેમના જીવનની બધી જ મનોકામના પૂર્ણ કરતા હોય છે.