દરેક ઘરમાં પૂજા માટે એક પવિત્ર સ્થાન હોય છે. આ સ્થાનને લોકો પૂજાઘર કહે છે. લગભગ દરેક હિંદુ ધર્મ વાળા ઘરમાં મંદિર હોય છે. ઘરની સાઈઝના હિસાબથી આ મંદિર નાનું અથવા મોટું હોય છે. પૂજા કરવાથી મનુષ્યનાં મનને શાંતિ મળશે અને મન પ્રસન્ન રહે છે.
મન શાંત રહે છે, તો દુઃખ દર્દનો અહેસાસ પણ ઓછો થાય છે. કહેવામાં આવે છે કે જે ઘરમાં વિધિ-વિધાન સાથે પૂજા થાય છે. તે ઘરમાં સકારાત્મકતા હંમેશાં જળવાઇ રહે છે પ્રવાહ આવા ઘરમાં નિરંતર રહે છે.
કહેવામાં આવે છે કે પૂજા-પાઠ કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. પરંતુ પૂજાપાઠ કરવાના પણ અમુક નિયમ હોય છે. જાણતા-અજાણતા લોકો અમુક એવી ભૂલો કરી બેસે છે. જેનાથી ઘરમાં અશાંતિ ફેલાવવા લાગે છે. જો દેવી-દેવતાઓની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે છે, તો ભગવાન ખૂબ જ જલદી પ્રસન્ન થાય છે. એટલા માટે આજે અમે તમને અમુક એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પૂજા દરમિયાન કરવાથી તમારે બચવું જોઈએ.
પૂજા કરવાના અમુક નિયમ
ગણેશજીની મૂર્તિ દરેક વ્યક્તિનાં મંદિરમાં મળી આવે છે, પરંતુ ધ્યાન રાખવું કે એક જ મંદિરમાં ગણેશજીની ૩ મૂર્તિઓ એક સાથે રાખવી નહીં. એક જ મંદિરમાં ૩ ગણેશજીની મૂર્તિ હોવા પર ઘરમાં અશાંતિ ફેલાવવા લાગે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ હંમેશાં જળવાઇ રહે છે.
બીજી જરૂરી વાત એવી છે કે એક જ મંદિરમાં બે શંખ રાખવા જોઇએ નહીં. જો તમારા ઘરના મંદિરમાં એકથી વધારે શંખ હોય તો તેને તુરંત દૂર કરી દેવા જોઈએ.
પોતાના ઘરના મંદિરમાં મોટી મૂર્તિ રાખવાથી બચવું જોઈએ. જો તમારા ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો તે અંગૂઠાનાં આકાર થી મોટું હોવું જોઈએ નહીં. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, એટલા માટે મંદિરમાં હંમેશા નાનું શિવલિંગ રાખો.
શાસ્ત્રો અનુસાર ઘરમાં ખંડિત મૂર્તિઓ રાખવી પણ અશુભ હોય છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું સંચાલન થવા લાગે છે. એટલા માટે ખંડિત મૂર્તિઓની પૂજા કરવાથી બચવું જોઈએ.
પૂજા દરમિયાન હંમેશા ધ્યાન રાખવું કે દીવો ક્યારે પણ બુજાઈ ન જાય. પૂજાની વચ્ચે દીવાનું બુજાવવું અશુભ માનવામાં આવે છે. જો આવું થાય છે તો પૂજાનું ફળ મેળવવાથી મનુષ્ય વંચિત રહી જાય છે.
દેવી-દેવતાઓને ફૂલોની માળા અર્પિત કરતા પહેલાં તેને ચોખ્ખા પાણીથી ધોઈને જરૂરથી પવિત્ર કરી લેવી જોઇએ. તુલસીનાં પાન ૧૧ દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી. એટલા માટે તમે ૧૧ દિવસ સુધી તુલસીનાં પાન પર પાણીનો છંટકાવ કરીને ભગવાનને ચઢાવી શકો છો.