ગુજરાતના આ મંદિરમાં માતાના દર્શને આવે છે સિંહ, જાણી લો કયું છે આ મંદિર…

ચામુંડા માતા ના મંદિર ચોટીલા વિશે તો બધા લોકો ને ખબર જ હશે. આ મંદિર માં માતા ચામુંડા સાક્ષાત મૌજુદ  છે. લાખો અને કરોડો ની સંખ્યામાં લોકો અહી દર્શન કરવા માટે આવે છે. માતા ના દર્શન કરવા માટે અહી 1000 દાદર ચઢવા પડે છે.

લાખો લોકો અહી માતા ના દર્શન માટે આવે છે અને પ્રસાદ પણ લે છે.  હિંદુ ધર્મમાં આ મંદિર નું ખુબ જ ઘણું મહત્વ છે. માતા ચામુંડા પર લાખો શ્રદ્ધાળુ ને શ્રધ્ધા છે. અને લોકો ની બધી જ મનોકામના પૂરી પણ થાય છે. આજે આપણે તેના રહસ્ય વિશે જાણીશું.

આ મંદિર વિશે એવી કથા છે કે ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. આ બંને દાનવો લોકો ને ખુબ જ હેરાન પરેશાન કરી રહ્યા હતા.  તેના ત્રાસ થી કંટાળી ને લોકો ઋષિ મુની પાસે ગયા.

ઋષિ મુનીઓ એ દેવી આદ્યશક્તિ ની આરાધના કરી અને દેવી ને પ્રશન્ન કર્યા અને પૃથવી ઉપર આવી અને મહાશક્તિ રૂપ લીધું. અને ચંડ મુંડ નામ ના દાનવો ને ચપટી માં ચોળી નાખ્યા. અને પછી માતા ચામુંડા ના નામ થી ઓળખાયા.

જે પર્વત પર માતા એ દાનવો નો વધ કર્યો હતો  તે જગ્યા એ  માતાજી ની સ્થાપના કરવામાં આવી અને તે સ્થળ છે ચોટીલા. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે  છે. ઘણા લોકો ને સંતાન આપવાના પણ પુરાવા છે.  એવું કહેવાય છે કે આ દેવી તાંત્રિક ની દેવી છે.

જો કોઈએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીનાં માત્ર સ્મરણ થી તમારી રક્ષા કરવા આવી પહોંચે છે. જે સ્ત્રીઓ ને વાળ ન આવતા હોય તો માતાજી ને ચોટલો ચઢાવવા થી વાળ લાંબા અને ઘટાદાર બનશે. અહિયાં દુર દુર થી લોકો દર્શન કરવા માટે આવે છે.

રોજ રાતે આ મંદિર માં સિંહ આવે છે માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ રોજ ડુંગર ઉતરી નીચે આવી જાય છે. માતાની મુર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ ત્યાં રહી નથી શકતું. માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. અને માતા ની રક્ષા કરે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *