ગુજરાતના એક ગામમાં કોથળા ભરી ભરીને નોટોનો વરસાદ થયો હતો. ગામમાં લગ્નપ્રસંગમાં ઢોલીઓ પર ચલણી નોટોનો ધોધ વરસ્યો હતો. થોડી વારમાં ગામના રસ્તા પર નોટોની પથારી થઈ ગઈ હતી. ગામના રસ્તામાં નોટોથી ખીચોખીચ ભરાઈ ગયા હતા. આ નજારો જોઈને હાજર લોકોની આંખો ફાટી રહી ગઈ હતી.
મહેસાણાના ગામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં રૂપિયાનો વરસાદ જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિએ જોશમાં આવીને પ્લાસ્ટિકનો કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા. રૂપિયાનો વરસાદ જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.
આ વીડિયો મહેસાણાના લીંચ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં કોઈ લગ્ન પ્રસંગ દરમિયાન ઢોલ નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામ લોકોની વચ્ચે પ્લાસ્ટિકની બેગ ભરીને પૈસા રોડ પર ફેલાવતો નજરે પડી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વીડિયોમાં દસની નોટો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો ક્યારનો છે એ અંગે હજુ સુધી વિગતો જાણવા મળી નથી.