આપણા દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે, દરેક મંદિર પાછળ અલગ અલગ રહસ્યો પણ છુપાયેલા જોવા મળતા હોય છે અને ઘણા મંદિરોમાં તો નાના મોટા ચમત્કાર પણ થતા હોય છે, આથી દરેક મંદિરમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ દુરદુરથી આવતા હોય છે અને દરેક ભક્તોની ભગવાન મનોકામનાઓ પુરી કરતા હોય છે.
તેવું જ આ મંદિર ગુજરાતના ભાવનગરના સારંગપુરમાં હનુમાનદાદાનું પ્રાચીન મંદિર આવેલું છે, જે મંદિરને કષ્ટભંજન હનુમાનદાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ કષ્ટભંજન હનુમાનદાદાના મંદિર પાછળ ઘણી વિશેષતાઓ રહેલી જોવા મળે છે. આ મંદિરમાં ભગવાન શનિદેવ હનુમાનદાદાના ચરણોમાં બિરાજમાન છે.
આ કષ્ટભંજન હનુમાનદાદાના મંદિર પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે, જે વખતે શનિદેવનો ગુસ્સો વધી ગયો હતો તે સમયે ઘણા લોકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો તે સમયે લોકોએ શનિદેવના ગુસ્સાને શાંત કરવા માટે હનુમાનદાદાને પ્રાર્થના કરી હતી તો હનુમાનદાદા તેમના ભક્તોના દુઃખો દૂર કરવા માટે હંમેશા માટે તૈયાર જ હોય છે.
હનુમાનજીએ ભક્તોની પ્રાર્થના સાંભળી અને શનિદેવને આ વાતની જાણ થઇ તો શનિદેવે હનુમાનજીથી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કરીને હનુમાનદાદાના ચરણોમાં નમીને વંદન કર્યા હતા. ત્યારથી જ આ કષ્ટભંજન હનુમાનદાદાના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને દરેક ભક્તોના દુઃખો હનુમાનદાદા દૂર કરતા હોય છે અને તેમનું જીવન ખુશીઓથી ભરી દેતા હોય છે.