હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યનો પ્રારંભ કરતા પહેલા સૌ પ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન ગણેશની કૃપા રહે છે તો કામકાજમાં કોઈ પ્રકારની બાધાઓ નથી આવતી.
ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે તેમની કૃપા દ્રષ્ટિ જે વ્યક્તિ પર હોય છે તે વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોથી તમામ સંકટ, દરિદ્રતા, રોગ, દોષ દૂર કરે છે.
આ વિધિથી કરો બધુવારે ગણેશજીની પૂજા
-આપણે બધા જાણીએ છીએ કે બુધવાર ભગવાન ગણેશજીનો દિવસ છે. માનવામાં આવે છે કે આ દિવસ ભગવાન ગણેશની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ ભગવાન ગણેશની પૂજા કરતા પહેલા યોગ્ય વિધિની જાણકારી હોવી જરૂરી છે.
-બુધવારના દિવસે સૌથી પહેલા સ્નાન કરી સ્વચ્છ થઈ જાઓ. તેમના તામ્રપત્રના શ્રી ગણેશ યંત્રને સરખી રીતે સાફ કરી લો. જે બાદ ઉત્તર દિશા તરફ મોં રાખીને ભગવાન ગણેશજીનું યંત્ર સ્થાપિત કરો.
-ભગવાન ગણેશજીની પૂજા દરમિયાન સિંદૂર અર્પણ કરો. સિંદૂર અર્પણ કરવાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.
-બુધવારના દિવસે ગાયને લીલું ખાસ ખવડાવો. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે.
-બુધવારના દિવસે ગરીબને દાન કરો. આ ઉપાય કરવાથી બુધથી મળી રહેલા બધાં પ્રભાવ દૂર થાય છે.
-બુધવારે ભગવાન ગણેશની પૂજા દરમિયાન દુર્વા (ધરો) અર્પણ કરો અને મોદકથી ભોગ લગાઓ. આમ કરવાથી ભગવાન ગણેશની ખુશ થાય છે.
-મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો બુધવારના દિવસ ભગવાન ગણેશજીને ઘી અને ગોળનો ભોગ લગાઓ અને ગાયને ખવડાઓ.
-ઘી અને ગોળનો ભોગ લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
ઘરના મુખ્ય દરવાજા પર ગણેશની પ્રતિમા લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.