પિતાએ કચરો ઉપાડીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ સખત મહેનત કરીને ડોક્ટર બનીને માતાપિતાનું નામ રોશન કર્યું.

આપણે દેશમાં ઘણા પરિવારો જોતા હોઈએ છીએ કે આખો દિવસ સખત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે અને ઘણા લોકો તેમના સપના પણ પુરા કરવા માંગતા હોય છે પણ પૈસાના અભાવના કારણે ઘણી વાર તો તેમના સપના અધૂરા જ રહી જતા હોય છે. તો તેવા જ સમયે તેવો જ કિસ્સો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રહેતા આશારામ ચૌધરી સાથે થયો હતો.

આશારામ કચરો ઉપાડવાનું કામ કરતા હતા અને આશારામ ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. આશારામના પિતાને બાળકોને શાળામાં મોકલવા માટે પૈસા પણ પૂરતા ન હતા એટલે તેના પિતા મજૂર તરીકે કામ કરતા કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તે પછી આશારામ ચૌધરી પણ તેના પિતા સાથે નોકરી કરવા જતા હતા. તે પછી આશારામના પિતાને જાણવા મળ્યું કે સરકારી શાળાઓમાં ભણવાની સાથે ભોજન પણ આપવામાં આવે છે, તે પછી તેના પિતાએ વિચાર્યું કે બાળકોને ભોજન તો મળશે એટલે તેમને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને આશારામ ભણવામાં ખુબ જ હોશિયાર હતા તો તેમને ગામની શાળામાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો.

આશારામને એક શિક્ષકે નવોદય વિદ્યાલયમાં જવા માટે તૈયાર કર્યો તે પછી આશારામે નવોદય વિદ્યાલયમાં જ બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે પછી આશારામે સખત મહેનત કરીને તૈયારી કરવાની શરૂ કરી હતી

અને તે જ વર્ષે યોજાયેલી AIIMS ની પ્રવેશ પરીક્ષામાં આશારામને પસંદ કરવામાં આવ્યા હતા અને આશારામે 141 મો નંબર મેળવીને સખત મહેનત સાથે સફળતા મેળવી હતી અને દેશમાં તેના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું.

pinal patel

Leave a Reply

Your email address will not be published.