સિંગર ગીતા રબારીએ નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ, જુઓ અંદરનો નજારો

ગુજરાતની ફેમસ સિંગર અને ‘કચ્છની કોયલ’ ગીતા રબારીએ લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે. ખુદ ગીતા રબારીએ આ અંગેની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. તસવીરોમાં ગીતા રબારી તેના પતિ પૃથ્વી સાથે પૂજા કરતાં જોવા મળે છે. આ ઘર ગીતા રબારીએ કઈ જગ્યાએ ખરીદ્યું જે તેની જાણકારી હજી સુધી મળી શકી નથી.

ગીતા રબારીનું નવું ઘર ખૂબ જ લેવિસ લાગી રહ્યું છે. ફર્નિચર ઉડેને આંખે વળગે એવું છે. કોઈ મોટા સ્ટારને હોય એ પ્રકારનું આ ઘર છે. તસવીરોમાં કપલે ઘરના મંદિરમાં દ્વારકાધીશ અને લિંબોજ માતાજીની પૂજા કરી હતી.

1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.

ગીતા રબારી માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે ભજન, ગીતા, લોકગીત, સંતવાણી, ડાયરો જેવા કાર્યક્રમો કરે છે. ગીતા રબારીના ‘રોણા શેરમા’ તથા ‘એકલો રબારી’ ગીત ગુજરાતમાં લોકપ્રિય છે.

1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.

ગીતા રબારી જેમણે માત્ર ગુજરાતના ગામડાઓ અને શહેરમાં લોકોને પોતાના ફેન બનાવી દીધા છે. માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગર માંથી એક છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ગીતા રબારીએ પોતાની આગવી ઓળખ બનાવી છે.

ગીતાબેન રબારીની અગાઉની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. તેમના માતા પોતાના ગામની આસપાસના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published.