આખરે શા માટે ઇશા અંબાણીનાં લગ્નમાં ભોજન પીરસવા લાગ્યા હતાં બોલીવુડ કલાકારો, સામે આવ્યું આ મોટું કારણ

જ્યારે પણ દુનિયાના સૌથી અમીર લોકોનું લિસ્ટ નીકળે છે તો તેમાં મુકેશ અંબાણીનું નામ જરૂર સામેલ હોય છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની અમીરીનાં કારણે સંપૂર્ણ દેશમાં ફેમસ છે. માત્ર ભારત જ નહી પરંતુ સંપૂર્ણ એશિયામાં તેમની અમીરી અને બિઝનેસનો ડંકો વાગે છે.

મુકેશ અંબાણીને તેમની આલીશાન લાઈફ સ્ટાઈલ માટે પણ જાણવામાં આવે છે. જ્યારે પણ તેમના ઘરે કોઈ ફંકશન હોય છે તો તે ખૂબ જ ભવ્ય રૂપમાં હોય છે. હવે મુકેશ અંબાણીની એક માત્ર દિકરી ઇશા અંબાણીના લગ્નની જ વાત કરી લઈએ. આ લગ્ન ૧૨ ડિસેમ્બર ૨૦૧૮માં થયા હતાં. આ દરમિયાન ઇશા પિરામલ ઇન્ડસ્ટ્રીના આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી.

ઈશાનાં લગ્ન અંબાણીના ઘરના પહેલા લગ્ન પણ હતાં. તેવામાં તે ખૂબ જ મોટા રૂપમાં સંપન્ન થયા હતા. આ લગ્નમાં એક થી એક ચડિયાતી ફેમસ હસ્તીઓ સામેલ થઈ હતી. ખાસ કરીને બોલીવુડ કલાકારનો તો આખો જમાવડો લાગી ગયો હતો. આ લગ્નને જોઇને એવું લાગી રહ્યું હતું કે જેમ કે કોઈ બોલીવુડ એવોર્ડ શો ચાલી રહ્યો હોય. આ લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લગભગ તમામ લોકો આવ્યા હતા.

ઇશા અંબાણીનાં લગ્નમાં એક ખાસ ચીજ જોવા મળી હતી, જેણે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ લગ્નમાં આવેલ ઐશ્વર્યા રાયથી લઈને શાહરુખ ખાન સુધીના તમામ બોલીવુડ કલાકારોએ જાનૈયાઓને ભોજન પીરસ્યું હતું. તેવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ પણ આવ્યો હતો કે આખરે આ અમીર અને ફેમસ કલાકારો અંબાણીની દિકરીના લગ્નમાં ભોજન શા માટે પીરસી રહ્યા છે ?

ભોજન પીરસવા વાળી આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મિમ પણ બન્યા હતા. આ લગ્નમાં અભિષેક બચ્ચન પોતાની પત્નિ એશ્વર્યા રાય સાથે આવ્યા હતાં. તે પણ લગ્નમાં ભોજન પીરસતા જોવા મળ્યા હતાં. આ નજારો જોઇને એક ફેન્સે અભિષેક બચ્ચનને ટ્રોલ પણ કર્યો હતો. તેના પર અભિષેકે “સજ્જન ઘોટ” વિધિ વિશે જણાવ્યું હતું.

હકિકતમાં ગુજરાતી લગ્નમાં “સજ્જન ઘોંટ” નામનો એક રિવાજ હોય છે. તેમાં દિકરી વાળા દિકરા વાળાને ભોજન પીરસે છે. બસ આ જ કારણ છે કે ઇશા અંબાણીનાં લગ્નમાં બોલીવુડ કલાકારો વેઇટેર બનીને ભોજન પર પીરસતા નજર આવ્યા હતાં. આ એક રિવાજ હતો, જેમાં કોઈ શરમની વાત ના હતી. તે એક રીતે માન-સન્માનની પણ વાત હોય છે.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતાની દિકરીનાં લગ્નમાં કોઈ કમી છોડી ના હતી. તેમણે લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતાં. આ લગ્ન અંબાણીના આલીશાન ઘર એન્ટિલિયામાં જ થયા હતા.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *