દુનિયાનાં સૌથી મોટા અમીર એલન મસ્કની નજર હવે ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર છે. તેમની કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી કોર્પોરેશન સ્ટર્લીંગ પ્રોજેક્ટ દ્વારા ભારત આવવાની યોજના બનાવી રહી છે. મસ્ક ૧૦૦ એમબીપીએસ સેટેલાઈટ બેસ્ડ ઇન્ટરનેટ સેવા દ્વારા ઝડપથી વધી રહેલ ભારતીય ટેલિકોમ્યુનિકેશન ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માંગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મસ્કે ભારત સરકારને દેશમાં સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ ટેકનોલોજીની પરવાનગી આપવા માટે અનુરોધ કર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશમાં બ્રોડબેન્ડ કનેકટીવિટીને પ્રોત્સાહન આપવા માટે પાછલા વર્ષે ઓગસ્ટમાં એક કન્સલ્ટેશન પેપર રજૂ કર્યા હતા.
તેના જવાબમાં સ્પેસએક્સ અને સેટેલાઇટ ગવર્મેન્ટ અફેર્સ પેટ્રિશિયા કપુરે કહ્યું હતું કે સ્ટારલિંકનાં હાઈ સ્પીડ સેટેલાઈટ નેટવર્કથી ભારતનાં બધા લોકોને બ્રોડબેન્ડ કનેકટીવિટી થી જોડવાના લક્ષ્યમાં મદદ મળશે.
શું છે પ્લાન?
તેમણે કહ્યું હતું કે તેમની સર્વિસથી દૂરના અંતરના બધા લોકોને લાભ પ્રાપ્ત થશે, જે હજુ બ્રોડબેન્ડ સેવાથી વંચિત છે. તેમણે સાથોસાથ કહ્યું હતું કે તેમની સર્વિસ પણ ખૂબ જ સસ્તું થશે. સાથોસાથ SpaceX ખૂબ જ જલ્દી ભારતમાં સ્ટાર લિંકને લોન્ચ કરી શકે છે,
જો ટ્રાય દ્વારા તેમની ભલામણોને માની લેવામાં આવે છે. SpaceX નો સ્ટારલિન્ક પ્રોજેક્ટ પૃથ્વીની નીચેની કક્ષામાં રહેલ સેટેલાઈટનો એક સમૂહ છે, જેના દ્વારા દુનિયામાં દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ કનેક્શન ઉપલબ્ધ કરાવી શકાય છે.
સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી કોર્પોરેશન દ્વારા સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ માટે ૧૦૦૦ થી પણ વધારે સેટેલાઈટ છોડેલા છે. કંપની અમેરિકા, બ્રિટન અને કેનાડામાં ધડાધડ ગ્રાહકો સાથે સાઈન કરવામાં જોડાયેલી છે. SpaceX દ્વારા નિવેશકોને કહેવામાં આવ્યું છે કે સ્ટારલિંકની નજર ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ, મેરીટાઇમ સર્વિસ,
ભારત અને ચીનમાં ડિમાન્ડ અને રૂરલ કસ્ટમર છે. આ સમગ્ર બજાર એક ટ્રિલિયન ડોલરનું છે. ઘણા મહિનાથી સ્પેસએક્સ પોતાના Falcon 9 રોકેટથી સ્ટર્લીંગ સેટેલાઈટ લોન્ચ કરવામાં જોડાયેલી છે. એક વખતમાં ૬૦ સેટેલાઈટ મોકલવામાં આવી રહ્યા છે. ૧૭મો સ્ટારલિન્ક લોન્ચ ૨૦ જાન્યુઆરીનાં રોજ થયો હતો.
ઓર્બિટમાં કંપનીએ ૯૬૦ સેટેલાઈટ એક્ટિવ કર્યા છે. તેનાથી સ્પેસએક્સ નોર્થ અમેરિકા અને બ્રિટનમાં મોટી સંખ્યામાં સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે. તેના વિશે SpaceX દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
સરળ નથી રસ્તો
સ્ટારલિંક જો ભારતમાં એન્ટ્રી કરે છે તો અહીં તેણે મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ સાથે મોટી ટક્કર કરવાની રહેશે. જે 5G લોન્ચ કરવાની તૈયારીમાં છે. બેન્ક ઓફ અમેરિકા ગ્લોબલ રિસર્ચનાં રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જીયો 4G રોલઆઉટ ભારતનાં ઇન્ટરનેટ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થયું છે.
તેણે સસ્તી કિંમત પર યુઝર્સને ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવેલ છે, જેનાથી મોટી સંખ્યામાં ડેટાનો ઉપયોગ કરવાને પ્રોત્સાહન મળ્યું. ભારતમાં અત્યારે અંદાજે ૬૫ કરોડ ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે, જે સરેરાશ 12GB ડેટા પ્રતિ મહિના ઉપયોગ કરે છે. કિંમતમાં ડેટા અને સેવાઓ ઉપલબ્ધ કરાવીને બજારના આકારને વધાર્યું છે.
જોકે સ્ટારલીંક ને આ ફિલ્ડમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે. અંતરિયાળ વિસ્તારોમાં ફાઇબર ઓપ્ટીકલ કેબલ પાથરવા ખૂબ જ મોંઘા પડે છે. 5G અને પછી 6G નાં આવવાથી સેલ્યુલર કનેક્ટિવિટીમાં ક્રાંતિ આવવાની સંભાવના છે. ફેસબુક ઇન્ક જેવી કંપનીઓ અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પહોંચાડવા માટે ઘણા ઇનોવેટિવ ઉપાયો વિકસિત કરવામાં જોડાયેલી છે.