જુઓ સૌપ્રથમ વાર ગમન ભુવાજીની પત્ની અને તેમનાં ફૂલ ફેમિલીની તસવીરો, ભાગ્યજ જોવા મળે છે

ગુજરાતી સંગીતમયની દુનિયામાં જો હાલમાં સૌથી કોઈ મોખરે કોઈ નામ હોય તો તે છે ગમન સાંથલ! આપણે જાણીએ છે કે ગમન ભુવાજી એ દિપો મા નાં પરમ ઉપાસક છે અને સાથો સાથ ગુજરાતનાં લોકપ્રિય સંગીતકાર છે. આજે આપણે તેમના જીવન વિશે ની સૌથી ખાસ વ્યક્તિ વિશે જાણીશું. હાલમાં સોશિયલ મીડિયામાં ગમન સાંથલ નાં પરિવારની તસ્વીરો જાહેર કરી છે, જેમાં ગમન સાંથલ એ પોતાની પત્ની સાથે અને પોતાના બાળકો ની તસ્વીરો શેર કરી છે, ત્યારે ખરેખર તમે જ્યારે આ તસ્વીરો જોશો ત્યારે તમે પણ ચોકી જશો.

ઘણા કલાકારો એવા હોય છે જેમનાં પરીવારના લોકો લાઇમ લાઈટ થી દુર રહેતા હોય છે, ત્યારે ગમન સાથલ ની પત્ની પણ સોશિયલ મીડિયામાં થી દુર રહે છે, પંરતુ ગમન સાંથલ પણ કયારેય તેમની પત્નીના તસ્વીરો પોસ્ટ નથી કરતા અને તેઓ જાહેર કાર્યક્રમમાં સાથે ભાગ્યે જ જોવા મળે છે.હાલમાં ત્યારે પોતાના લગ્નની તસ્વીરો થી લઈને તેમના બાળકો સુધી ની તમામ તસ્વીરો અપલોડ કરી છે, ત્યારે ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે હાલમાં જ્યાં જુઓ ત્યાં આ તસ્વીરો ની ચર્ચાઓ થઈ રહી છે.

ગમનના ભુવાજી અંગત જીવન પર નજર કરીએ તો ગમનજી

ધોરણ 10 મા નપાસ છતા ના હાર્યા હિંમત અને અમદાવાદમાં મામૂલી પગારે કરી નોકરી કરી અને આજે અથાગ પરિશ્રમ થકી જીવનમાં તેઓ આગળ વધ્યા છે.લએક ઇન્ટરવ્યુમાં ગમન સાંથલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ પિતાનું નામ લખાવે છે પણ હું જે ગામનો છું તેનું નામ રોશન થાય એટલા માટે હું મારા નામ પાછળ મારા ગામનું નામ સાંથલ લખાવું છું.

એક સમયે ઘરની પરિસ્થિતિ ઘણી સારી હતી. પિતાને ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો.ગમન ભણવામાં પણ હોશિયાર હતા.તેમના માતા-પિતાની ઇચ્છા હતી કે તે કંઇક બને.પરંતુ અચાનક સમયે પલટો માર્યો.પશુપાલનના વ્યવસાયમાં પિતાને દેવું થઇ ગયું.જેના કારણે ઘરની સ્થિતિ કથળી. ગમનને ભણાવવા પણ મુશ્કેલ હતા.

અમદાવાદ જેવા શહેરમાં રહેવું કપરું હોય ગમન પરિવાર સાથે પોતાના ગામ સાંથલ આવી ગયા.આમ તો રબારીના દિકરાને રેગડી ગાતા આવડતી જ હોય પરંતુ ગમને તેને સારી રીતે ગાવાનું શીખવાની શરૂઆત કરી.ધીરે-ધીરે રેગડી પર પકડ આવતા તેમણે ગામડે-ગામડે જઇને રેગડી ગાવાની શરૂઆત કરી.બાદમાં ગરબા શીખ્યા અને આજે ગુજરાતના ગાયકોનું એક જાણીતું નામ બની ગયા. આ રીતે ગમન સાંથલ બન્યા ગમન ભુવાજી.

ગમનના મોસાળમાં દિપેશ્વરી માતાજીનું મંદિર છે. મોસાળમાં તેની સાર-સંભાળ રાખનારું કે પૂજા કરનારું કોઇ ન હતું. તેવામાં તેમને થયું કે મારે માતાજીની સેવા કરવી જોઇએ અને પૂજા કરવી જોઇએ.ધીરે-ધીરે માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી. ગમનની ઉંમર ઘણી નાની હતી

ત્યારે માતાજીની જાતરમાં તે રેગડી ગાવા જતા હતા.ગમનને રેગડી ગાતા જોઇને તેમના ગામે વિચાર્યું કે આપણે તેને બેસાડીએ અને જોઇએ કે દિપેશ્વરી માતાજી પ્રગટ થાય છે કે નહીં.ગમનજઈને બેસાડવામાં આવતા જ માતાજી આવ્યા અને.બસ ત્યારથી ગમન સાંથલ દિપા માનાં ભુવાજી બન્યા.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *