દરરોજ માત્ર આ 3 ગોળી લેવાથી શરદી, કફ અને ઉધરસ થઇ જશે કાયમ માટે છુમંતર, ઇમ્યુનીટી વધારવાનો એકદમ સરળ ઉપાય

અત્યારે કોરોના નું ઇન્ફેક્સન બધા લોકોને સંક્રમિત કરી રહ્યું છે. તો કોરોના વાઇરસ જે લોકો જોડે ઇમ્યુનીટી પાવર છે તે લોકોને જલદી થી સંક્રમિત નથી થતો. તો ઇમ્યુનીટી પાવર કઈ રીતે વધારી શકાય કે જેથી આપણે પણ કોરોના વાઇરસ થી દૂર રહી શકીયે. તો આજે આપણે ઘરે થી જ મળતી વસ્તુ થી ઘરઘથ્થુ ઉપાય બતાવીશું કે જેની તમે નાની નાની ગોળી બનાવીને પણ ઉપયોગ માં લઇ શકો છો.

અત્યારે હાલ જે કોરોના ચાલે છે એનાથી બચવા માટે શું ઉપાય કરવા જોઈએ. તો એના માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય બતાવીશું. જે આયુર્વેદમાં બતાવેલ છે. શરદી, કફ અને ઉધરસ થાય તો એને આપણા શરીરમાંથી કેવી રીતે ખૂબ જ ઝડપથી દૂર કરી શકાય એના માટે નો ઘરેલુ ઉપાય બતાવીશું.

સૂંઠ ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો, શિયાળામાં ચોક્કસથી ખાવ | dry ginger powder is beneficial for health

સૌથી પહેલા આપણે લેવાની 50 ગ્રામ હળદર50 ગ્રામ સૂંઠ પાવડર ( 50 ગ્રામ નું માપ ના હોય તો અડધી વાડકી લઇ શકાય ), આશરે ૨૫ ગ્રામ કાળા મરીનો પાવડર લેવાનો છે. આ ત્રણ પાવડર ને મિક્સ કરી દેવાના છ. હવે 250 થી 300 ગ્રામ જેટલો દેશી ગોળ લેવાનો ( કેમિકલ વગરનો ગોળ આવે છે એ દેશી ગોળ જે શુદ્ધ હોય તે ).

સૌથી પેહલા ગેસ પાર એક તપેલી માં ગોળ ને ગરમ કરવા મુકવાનો છે. ગોળ જેમ ગરમ થશે એને હલાવતા જવાનું છે ( નહિ તો નીચે ચોટી જશે અને બળવા લાગશે ). જ્યારે ઓગળી જાય ત્યારે એની અંદર ગેસ બંધ કરી અને પછી જે મિશ્રણ છે. સૂંઠ પાઉડર, હળદર અને કાળા મરીનો પાવડર આ ત્રણ પાવડર ને એની અંદર મિક્સ કરી લેવાનું છે અને પછી બરાબર એને હલાવી દેવાનું છે.

હવે થોડું ઠંડુ થાય ત્યારે એની નાની નાની ગોળીઓ બનાવી લો. એટલે કે ચણા જેવડી અથવા વટાણાના દાણા જેવડી ગોળીઓ બનાવી દેવાની છે. જો એનાથી મોટી ગોળી બની જાય તો ચિંતા કરવાની નહિ. આ ગોળીનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો? તો આ ગોળીનો તમે જમવાની 10 મિનિટ પહેલા ઉપયોગ કરી શકો છો. આ ગોળી મોઢામાં મૂકી અને એને ગળી જવાની નથી. એને મોઢામાં મૂકી અને ધીમે ધીમે ચાવવાની છે એટલે એનો જ રસ છે આપણા શરીરની અંદર ઉતરશે.

કાળા મરીનો કરો ઉપાય, થશે આ બિમારીઓ દૂર | health benefits of black papper

તો આપણી જે ઇમ્યુનિટી છે એ પાવરફુલ થાય છે. રોગપ્રતિકારક શક્તિ પાવરફુલ થાય છે. આપણે જે પાચન શક્તિ છે એ પાચન શક્તિ એકટીવ થાય છે. જો જમવાની 10 મિનિટ પહેલા ગોળી લઈશું તો આપણને ભૂખ ઊઘડે છે. મતલબ કે એના પછી ભોજન કરીશું તે ખૂબ ઝડપથી પાચન થાય છે.

અને આ ગોળી જમ્યા પછી તમારે લેવી હોય તો આ રીતે આ ગોળી તમે દિવસમાં ત્રણ – ચાર વખત ઉપયોગ કરી શકો છો. જો મોટી ગોળી હોય તો એનો કટકો ટુકડો કરી દેવાનો અને અડધી ગોળી લેવાની અને જો વટાણાના દાણા જેવડી હોય તો એ ગોળી ને આમ દિવસમાં ત્રણથી ચાર વખત તમે આ ગોળીનો ઉપયોગ કરી શકો છો.

જમ્યા પહેલા અને જમ્યા પછી. સવારે લઈ શકો છો, બપોરે લઇ શકો છો, અને સાંજે પણ તેનો ઉપયોગ કરી શકો છો. દિવસમાં ત્રણથી ચાર વખત તમે આ ગોળીનો ઉપયોગ કરશો તો આપણા શરીરમાં જે કફનું પ્રમાણ છે કે ધીમે-ધીમે દૂર થશે અને આપણને શરદી કફ અને ઉધરસ ખૂબ મોટી રાહત થાય છે.

જેના લીધે અત્યારે જે કોરોના ચાલે છે એ કફ વાળા વ્યક્તિને ખૂબ વધારે અસર કરે છે. કફનું પ્રમાણ આપણા શરીરમાંથી ધીમે ધીમે દૂર થઈ જશે તો આપણે કોરોનાથી જલ્દી થી સંક્રમિત નહીં થઈ શકીયે અને કદાચ કોરોના સંક્રમિત થઈ ગયા તો આપણી ઇમ્યુનીટી પાવરફુલ હશે તો કોરોનાવાયરસના કીટાણુ જે આપણા શરીરમાં આવે છે એના સામે આપણી ઇમ્યુનીટી પાવરફુલ હશે તો એના સામે રક્ષણ કરી શકીશું.

દરેકને વિનંતી છે કે બધા જ લોકો આવી ગોળી બનાવી અને ઘરે રાખો અને દિવસમાં ત્રણથી ચાર વખત આ ગોળીનો ઉપયોગ કરીશું તો આપણને કફ નહીં થાય, શરદી, ઉધરસ નહિ થાય અને આ વાતાવરણમાં જે વાયરસ છે તેનાથી આપણે બચી શકીશું. ભાવના તમને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક પ્રાથના.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

 

pinal patel

Leave a Reply

Your email address will not be published.