કળિયુગના હાજરા હજુર મોજીલા મામાદેવની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? જાણો તેમની પાછળ નો સાચો ઇતિહાસ…

આજની આ પોસ્ટમાં જાણીશું કે મામા દેવ કોણ હતા ? કળિયુગમાં મામદેવની ભક્તિ ઠેર-ઠેર થઈ રહી છે,ખૂબ જ બહોળા પ્રમાણમાં શ્રી મામાદેવનો ભક્તિ પરિવાર પણ ખૂબ જ મોટો છે.પરંતુ મોટા ભાગના ભક્તજનોને મામાદેવની ઓળખ બાબતે,ઉત્પત્તિ અંગે વિશેષ માહિતી નથી.

શિવ પુરાણ અને સ્કંદ પુરાણના ઉલ્લેખ મુજબ શક્તિના એક સ્વરૂપે શિવ સાથે વિવાહ કર્યા અને એજ શક્તિ સ્વરૂપ એટલે કે પાર્વતી.સતી પાર્વતીએ શિવ સાથે વિવાહ કર્યા અને તેમના પિતા દક્ષ પ્રજાપતિ કે તેઓએ પ્રાચીન કાળમાં કલ્ખંદ ખાતે યજ્ઞનું આયોજન કર્યું હતું.અને એજ યજ્ઞ પ્રસંગે સમગ્ર દેવતાઓને આમંત્રિત કર્યા.શિવ-પાર્વતીને આમંત્રિત કર્યા ન હતા.

પિતાના ઘેર યજ્ઞ હોવાથી સતી વગર આમંત્રણે ત્યાં પહોંચી ગયા.એ જ યજ્ઞમાં શિવ વિશે અપમાન જનક વાતો કરતાં સતી સહન કરી શક્યા નહીં.એટ્લે સતીએ પોતાને અગ્નિમાં સમર્પિત કરી દીધા.અને તે જ સમયે ક્રોધથી ભભૂકી ઉઠેલા ભોળાનાથે પોતાની જટાના એક પર્વ ભાગમાંથી અદ્ભુત વીર શક્તિને ઉત્પન્ન કરી,જેના થકી સંપૂર્ણ યજ્ઞનો ધ્વંશ થયો.

એ વીર શક્તિ એટ્લે ભગવાન ભોળાનાથના બાળવગણ પૈકી એક એટ્લે વીરભદ્ર અને એ જ વીરભદ્ર એટ્લે કે શિવજીના સેનાપતિ અને કળિયુગમાં ભક્તોના હાજરાહજુર શ્રી મામાદેવ.કળિયુગમાં હાજરાહજુર શ્રી મામાદેવને ભક્તો પોતાના પવિત્ર કર્મો અને હ્રદયથી સાચી ભક્તિ કરે છે,તેના પર મામાદેવ પ્રસન્ન થાય છે.શ્રી મામાદેવના આશીર્વાદ મેળવી પોતાનું કલ્યાણ સાજી શકે છે.

એવા શ્રી મામાદેવ પવિત્ર વૃક્ષ,એમ સમી વૃક્ષ જેમકે ખીજડો.શ્રી મામાદેવ ખીજડામાં બિરાજમાન છે.અને એજ સતિનું શરીર લઈ શિવજી ત્યાંથી નીકળી ગયા.અને ભગવાન વિષ્ણુએ સતીના શરીરમાં સુદર્શન વડે ટુકડા કર્યા,જ્યાં જ્યાં સતીના શરીરના ટુકડા પડ્યા એ સ્થળ શક્તિપીઠ કહેવાયા.

pinal patel

Leave a Reply

Your email address will not be published.