રાજપરામાં સાક્ષાત બિરાજમાન છે માં ખોડિયાર અહીંયા જેટલા ભક્તો માતાજીના દર્શને આવે છે તેમના બધા જ દુઃખો દૂર કરીને માતાજી ભક્તોને સુખ શાંતિ આપે છે.

આપણા દેશમાં ઘણી બધી સંખ્યામાં ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા જતા હોય છે, તેવું જ આ ખોડિયાર માતાનું મંદિર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે. આ ખોડિયાર માતાજીના મંદિરની સામે એક તાતણિયો ધરો આવેલો છે તેથી આ મંદિર દેશભરમાં તાતણીયા ધરાવાળું ખોડિયાર મંદિર કે રાજપરાવાળું ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે.

Khodiyar Mata is a goddess of Hinduism. Khodiyar Mataji was a bard girl

આ મંદિરમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારોમાંથી આવતા હોય છે અને દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરની કથા વિશે વાત કરવામાં આવે તો ખોડિયાર માતાજી એક ચારણ કન્યા હતા, અને તેમના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળાબા હતું.

ખોડિયાર માતાને કુલ સાત બહેનો હતી અને એક ભાઈ હતો, ખોડિયાર માતાનો જન્મ આશરે મહાસુદ આઠમના રોજ થયો હોવાનું ગણાય છે અને તે દિવસે ખોડિયાર જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બઁધાવ્યુ હતું, ત્યારબાદ 1914 ની આજુબાજુ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા.

આજ સવારના ખોડિયાર માતાના દર્શન રાજપરા મંદિરથી Today Morning, Shree Khodiyar Mataji Darshan From Rajpara Temple | Devi durga, Devi, Durga

આ ખોડિયાર માતાના મંદિરમાં ભક્તો રવિવાર અને મંગળવારના દિવસે આવીને પૂજા અર્ચના કરતા હોય છે અને હંમેશા માટે માતાજીના આર્શીવાદ તેમની પર બની રહેતા હોય છે, આથી ખોડિયાર માતાના મંદિરમાં આવતા શ્રદ્ધારુઓના દર્શન કરવાથી જ તેમના બધા દુઃખો દૂર થાય છે અને તેમનું જીવન ખોડિયાર માં ખુશીઓથી ભરી દે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published.