આજના સમયમાં કોઈપણ માણસ બીજાની સફળતા અને બીજાની ખુશી જોઇને ખુશ નથી થતા. એને કારણે કેટલાક લોકો ઈર્ષા કરવા લાગે છે. એટલે એવું માનવામાં આવે છે કે તમારા પર કોઈ માણસની ખરાબ નજરનો ખરાબ પ્રભાવ પાડી રહ્યો છે.
એ સિવાય બીજા ઘણા બધા કારણોને લીધે ઘરમાં નકારાત્મક ઊર્જા પોતાનો પ્રભાવ પાડવા લાગે છે. જેને લીધે તમારા અને તમારા પરિવાર ઉપર સંકટની પરિસ્થિતિ આવી જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે તમારા ઘર અને પરિવારને મુશ્કેલીઓમાંથી બચાવવા માટે મંત્રોનો જાપ કરવો જોઈએ.
મંત્રને શાસ્ત્રોમાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, સાથે જ આ મંત્ર ખૂબ જ સરળ પણ છે. આ મંત્ર મુશ્કેલીઓમાંથી તો બચાવે જ છે, અને તમારા પરિવાર ઉપર એક સુરક્ષા કવચ બનાવે છે. તો ચાલો જાણીએ આ મંત્ર વિશે અને કેવી રીતે કરવો તેનો જાપ.
ભગવાન શિવ દેવોના દેવ અને કાળો ના કાળ છે, એટલા માટે ભગવાન શિવને મહાદેવ અને મહાકાળ કહેવામાં આવે છે. તમારા ઉપર ભગવાન શિવની કૃપા હોય તો મૃત્યુ પણ તમારું કંઈ બગાડી શકતુ નથી. ભગવાન શિવના પંચાક્ષરી મંત્રને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. ભગવાન શિવનો આ મંત્ર જાપ કરવા માટે ખૂબ જ સરળ છે અને પરમ કલ્યાણકારી પણ છે. આ મંત્ર છે ” ૐ નમ: શિવાય ”
સુરક્ષા કવચ બનાવવા માટે આવી રીતે કરવો મંત્ર જાપ
રોજ સવારે તમારી દૈનિક ક્રિયાઓ અને સ્નાન કર્યા પછી મંદિરમાં ભગવાન શિવની સામે દીવા અને ધૂપ પ્રગટાવવા. એ પછી શિવજીની મૂર્તિ અથવા તો ફોટા સામે બેસીને રુદ્રાક્ષની માળાથી ” ૐ નમ: શિવાય ” મંત્રનો જાપ કરવો જોઈએ.
મંત્ર જાપ પૂરો થઈ જાય પછી તમારે ભગવાન શિવને પ્રાર્થના કરવી કે હે ભગવાન મારા પરિવારની બધા સંકટોથી રક્ષા કરજો. આ મંત્રનો દરરોજ ઓછામાં ઓછી એક વખત જાપ કરવો. નિયમિત રીતે આ મંત્રનો જાપ કરવાથી તમને પોતાની જાતમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. એ સાથે જ તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડશે.
ભગવાન શિવ ભાવના ભૂખ્યા હોય છે, ભગવાન શિવ માત્ર ભક્તોના સાચા ભાવથી જ ખુશ થઇ જાય છે.
આ મંત્રોના જાપ કરતા સમયે તમારા મનમાં કોઈ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ.
તમારે તમારા તન અને મન બંનેની સાત્વિકતા બનાવી રાખવી જોઈએ.
મંત્ર જાપની સાથે સાથે તમારે તમારા ઘર અને પોતાની જાતની સ્વચ્છતા ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.