આપણા દેશમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે, અને બધા જ મંદિરો પાછળ રહસ્યો પણ છુપાયેલા હોય અને મંદિરોમાં ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે. તેવું જ આ મંદિર પોરબંદર જિલ્લામાં ગાંધવી ગામના સમુદ્ધ કિનારે કોયલા ડુંગર આવેલો છે ત્યાં હરસિધ્ધિ માતાનું મંદિર આવેલું છે.
કોયલા ડુંગર પણ આવેલા હરસિધ્ધિ માતાના દર્શન કરવા માટે ભક્તો દુરદુરથી આવતા હોય છે અને મંદિરમાં આવતા દરેક ભક્તોના દર્શન માત્રથી બધી જ મનોકામનાઓ પુરી થતી હોય છે.
આ મંદિરના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણ બેટ દ્વારકામાં રહેતા હતા અને ત્યાં એક માણસ બધા લોકોને હેરાન કરતો હતો તો બધા લોકો ભેગા થઈને ભગવાન કૃષ્ણ પાસે ગયા.
બધી વાત જણાવી તો કૃષ્ણ ભગવાન દ્વારકા થી કોયલા ડુંગર પર ગયા અને હરસિધ્ધિ માતાજીને પ્રસન્ન કરવા માટે છ મહિના કૃષ્ણ ભગવાને તપ કર્યું અને માતા હરસિધ્ધિ પ્રસન્ન થયા અને બધી વાત કૃષ્ણએ જણાવી તે પછી કૃષ્ણ ભગવાનનો વિજય થયો તો કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર પર આવીને હરસિધ્ધિ માતાનું ભવ્ય મંદિર બનાવ્યું.
આ હરસિધ્ધિ માતાના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ૫૦૦ જેટલા પગથિયાં ચડીને મંદિરમાં આવતા હોય છે અને હરસિધ્ધિ માતાના દર્શન કરતા હોય છે. આથી આ હરસિધ્ધિ માતાના મંદિરમાં આવતા દરેક ભક્તોના દર્શન માત્રથી જ બધા દુઃખો દૂર થાય છે અને તેમની બધી જ ઈચ્છાઓ હરસિધ્ધિ માતા પુરી કરતા હોય છે અને તેમનું જીવન ખુશીઓથી ભરી દેતા હોય છે.