ઘણી વખત આપણું મન કરે છે કે ફ્લાઇટ ની મુસાફરી ઇકોનોમી ક્લાસની બદલે બિઝનેસ ક્લાસમાં કરવામાં આવે અને જો આ મુસાફરી ચાર્ટડ વિમાનમાં હોય તો વાત જ શું પુછવી. મોટાભાગના લોકોની આ ઈચ્છા પુરી થઈ જાય છે. પરંતુ જો તમને સામાન્ય ભાડામાં જ ૩૬૦ વાળા બોઇંગ ૭૭૭ માં એકલા મુસાફરી કરવાનો અવસર મળે, તો કદાચ તમે પોતાને કોઈ મોટા સેલિબ્રિટી સમજશો. આવું જ કંઈક મુંબઈના એક વ્યક્તિ સાથે થયું હતું.
૪૦ વર્ષનાં ભાવેશ ઝવેરી સ્ટારજેમ્સ ગ્રુપના સીઈઓ છે. દુબઈમાં તેમની એક ઓફિસ છે. તેવામાં તેમનું મુંબઈ અને દુબઇની વચ્ચે લાઈટથી અવરજવર થતી રહે છે, પરંતુ ૧૯ મે નાં રોજ તેમની આ મુસાફરી હંમેશા માટે યાદગાર બની ગઈ હતી. હકીકતમાં તેમણે કામકાજ ને લીધે એરલાઇન્સ એમિરેટ્સ માં કોલ કરીને એક સપ્તાહ પહેલાં દુબઈ ની ટિકિટ બુક કરાવી હતી, જેની કિંમત ૧૮ હજાર રૂપિયા હતી.
તેઓ મોટાભાગે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે, પરંતુ આ વખતે તેમણે ઇકોનોમી ક્લાસની ટિકિટ લીધી હતી. તેમની ફ્લાઇટનો સમય સવારે ૪:૩૦ મિનિટનો હતો. હવે જ્યારે ફ્લાઈટમાં બેઠા તો તે આશ્ચર્ય ચકિત રહી ગયા હતા કે તેમાં ક્રૂ મેમ્બર અને તેમના સિવાય અન્ય કોઈ યાત્રી હતા નહીં. તેઓ એકમાત્ર મુસાફર હતા. આટલા મોટા વિમાનમાં એકલા મુસાફરી કરવા જઈ રહેલા ભાવેશ ખુબ જ ઉત્સાહિત થઇ ગયા હતા. એર હોસ્ટેસ અને કેપ્ટને તેમનું તાળીઓથી સ્વાગત કર્યું હતું.
આ અઢી કલાકની ફ્લાઇટ માટે બોઇંગ ૭૭૭ વિમાનમાં ૮ લાખ રૂપિયાનુ ઈંધણ વપરાય છે. તેમાં એક મુસાફરને લઈને મુંબઈ થી દુબઇ જવાનો એમિરેટ્સ નો આ નિર્ણય અલગ હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક ભારતીય ઓફિસરે જણાવ્યું હતું
કે આવું ત્યારે જ શક્ય બને છે, જ્યારે દુબઈથી વિમાન મોટી સંખ્યામાં મુસાફરને લઈને મુંબઈ આવેલું હોય અને તેણે દરેક સ્થિતિમાં દુબઈ પરત ફરવાનું હોય. તેમાં એરલાઇન્સ દ્વારા તે ફ્લાઈટમાં ભાવેશને ટિકિટ આપવામાં આવેલી હશે. વળી મુંબઈથી દુબઈ રૂટ પર એક ચાર્ટડ ફ્લાઇટનું ભાડું ૭૦ લાખ રૂપિયા થાય છે.
કોરોના કાળમાં હાલના સમયમાં ભારતથી અન્ય દેશો માટે સામાન્ય રૂપથી ફ્લાઇટ સેવાઓ બંધ છે. પરંતુ અમુક દેશો એવા છે જ્યાં ખાસ લોકો મુસાફરી કરી શકે છે. સંયુક્ત અરબ અમીરાત પણ આવી જ એક જગ્યા છે. ફક્ત યુએઈ નાગરિક, યુએઇનાં ગોલ્ડન વિઝા પ્રાપ્ત લોકો અને ડિપ્લોમેટિક મિશન સાથે જોડાયેલા લોકો જ યુએઇ જઈ શકે છે. ભાવેશ ની પાસે યુએઇનાં ગોલ્ડન વિઝા છે.