મિત્રો આપણી વચ્ચે ઘણા સમાજ સેવકો છે કે જે હંમેશા ઉત્તમ સમાજ સેવાના ઉદાહર આપીને સમાજને પ્રેરણા આપતા હોય છે. ગુજરાતના મહેશ સવાણીનું નામ ગુજરાતના અગ્ર સમાજ સેવકોમાં માનવામાં આવે છે.
મહેશ સવાણી આજે હજારો માતા પિતા વગરની દીકરીઓના પિતા છે. ગઈકાલે પણ મહેશ સવાણીને ૩૦૦ થી પણ વધારે માતા પિતા વગરની નિરાધાર દીકરીઓના લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કર્યું.
મહેશ સવાણી દર વર્ષે ગરીબ ઘરની દીકરીઓનું લગ્ન કરાવીને સમાજ સેવાનું કામ કરે છે. ગઈ કાલે પી પી સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોઈપણ જાતિ, ધર્મ જ્ઞાતિનો ભેદભાવ રાખવામાં આવ્યા નહતો. હિન્દૂ, મુસ્લિમ, શીખ જેવા દરેક ધર્મની દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા.
મહેશ સવાણી દ્વારા આ દીકરીઓના લગ્નની તમામ જવાબદારી ઉઠાવવામાં આવી હતી. તેમાં કન્યાઓને ઉપહાર પણ આપવામાં આવ્યા હતા. જયારે દીકરીના લગ્ન હોય ત્યારે તેને હરખ હોય કે તેના માતા પિતા તેનું કન્યાદાન કરે પણ એવી દીકરીઓનું શું કે જેમના માતા પિતા નથી હોતા. તેવી દીકરીઓને પણ માતા પિતા ન હોવાનું ખુબજ દુઃખ થતું હોય છે.
એવામાં માતા પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને મહેશ સવાણીએ ખુબજ સમાજ સેવાનું કામ કર્યું છે. આજે ૩૦૦ જેટલું દીકરીઓનું કન્યાદાન કરીને મહેશ સવાણીને તેમના પિતાની ફરજ નિભાવી છે. દીકરીઓ પણ પોતાના લગ્નના દિવસે ખુબજ ભાવુક થઈને રડી પડી હતી.