આપણે ગુજરાતના ઘણા લોકો જોયા હશે કે દિલ ખોલીને દાન કરતા હોય છે. તેવો જ આ કિસ્સો સુરતમાં રહેતા આ ઉદ્યોગપતિ અમરેલીના સાવરકુંડલાના વતની હતો. આ ઉધોગપતિનું નામ ભીખાભાઈ ધામેલીયા હતું. ભીખાભાઈ ધામેલીયાનો પરિવાર દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવે છે.
ભીખુભાઇનો પરિવાર લોકાર્પણની એક રાત પહેલા પણ સોમનાથ મંદિરના નવા વિકાસ કામોમાં આયોજીત શિવવંદના કાર્યક્રમમાં હાજર હતો. તો સમગ્ર ધામેલીયા પરિવાર આ કાર્યક્રમના ચર્ચાનો વિષય બન્યો હતો.
ભીખુભાઇ ધામેલીયા એ સોમનાથના પાર્વતી મંદિરના નિર્માણ વખતે પચીસ કરોડનું દાન આપ્યું હતું. અને ૨૦૧૨માં સોમનાથ મંદિર માટે એકસો આઠથી પણ વધારે કિલો સોનાનું દાન કર્યું હતું.
ભીખુભાઇ ધામેલીયા હીરા ઉધોગ સાથે સુરતમાં સંકળાયેલા હતા. ભીખુભાઇ ધામેલીયા સુરતના ત્રણ કારખાનાના માલિક છે. અને પાંચ હજારથી પણ વધારે લોકોને ભીખુભાઇએ રોજગારી આપી હતી.
આથી ભીખાભાઈને સોમનાથ ભગવાનના મહાન ભક્ત માનવામાં આવે છે. આ મંદિરમાં આવતા બધા ભક્તોના દુઃખો દૂર કરીને ભગવાન તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.