મેલડીમાનું આ ચમત્કારિક મંદિર કે જ્યાં ભક્તોની માનતા પુરી થાય એટલે મંદિરમાં આવીને કચરા પોતા કરે છે, તેની પાછળ છે આ એક રહસ્ય..

આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. ભારતના બધાજ મંદિરોમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે. એટલે બધા મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દુરદુરથી આવતા હોય છે

અને બધા જ ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ કરતા હોય છે. તેવું જ મંદિર ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદથી ચાર કિલોમીટર દૂર મરીડા ગામમાં મેલડી માતાનું મંદિર આવેલું છે.

આ મંદિરને રાજરાજેશ્વરી મેલડીમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ મેલડીમાતાના મંદિરમાં એટલી બધી શ્રદ્ધા હોય છે કે ભક્તો દુરદુરથી મેલડીમાતાના દર્શને આવતા હોય છે અને તે માતાજીની માનતા રાખતા હોય છે. આ મંદિરમાં મેલડીમાતાના દર્શન કરવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થઇને જીવન ધન્ય બની જતું હોય છે.

Meldi mata marida Temple | શ્રી મેલડી માતા મંદિર - Divya Bhaskar

આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા આ ગામમાં રહેતા એક રાજભા નામના વ્યક્તિને એવું થયું કે આપણા ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ એટલે આ વ્યક્તિએ તેમની ઈચ્છા ગામના લોકોને જણાવી તો

ગામના લોકો પણ કહેવા લાગ્યા કે ગામમાં મેલડીમાતાનું મંદિર બનાવવું જોઈએ. આથી ગામમાં મેલડીમાનું મંદિર બનાવીને તેમાં જયપુરમાં એક મૂર્તિ હતી તેને લાવીને ગામના મંદિરમાં મેલડીમાતાની મૂર્તિ સ્થાપિત કરી હતી.

મેલડી માતાના આ મંદિરનું છે ખૂબ જ સત, ભક્તો પુરી શ્રધ્ધા સાથે આવે છે અહીંયા દર્શન કરવા - News Gujarat

આથી આ વાતની જાણ બધા લોકોને ખબર પડવા લાગી કે આ મેલડીમાતાનો ચમત્કાર છે તો બધા લોકો આ મંદિરમાં મેલડીમાતાના દર્શને આવવા લાગ્યા હતા. અને આ મંદિરમાં એવી માન્યતા છે કે જે લોકો આ મંદિરમાં આવીને માનતા રાખતા હોય છે તે લોકોની જયારે માનતા પુરી થાય એટલે આ મંદિરમાં આવીને કચરા-પોતા કરવાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *