દેશમાં મિત્રો હજારોની સંખ્યામાં દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, તેથી દરેક મંદિરમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે ભક્તો દુરદુરથી મોટી સંખ્યામાં આવતા હોય છે. તેવું જ આ આશાપુરા માતાનું મંદિર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. માં આશાપુરાના મંદિરમાં ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે.
માં આશાપુરાના મંદિર સાથે ઘણી લોકકથાઓ જોડાયેલી છે, આ મંદિરની લોકકથા વિષે વાત કરવામાં આવે તો દેવચંદ નામનો એક વેપારી હતો. તે આદ્યશક્તિની ખુબ જ પૂજા અર્ચના કરતો હતો, જયારે તે વેપાર કરવા માટે કચ્છ ગયો તે સમયે આસો મહિનાની નવરાત્રી શરૂ થવાની તૈયારી હતી. તેથી તે વેપારી ત્યાં જ રોકાઈને માતાજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરતો હતો.
આથી આ વેપારી દર વખતે નવરાત્રીના સમયે માં આશાપુરાની ભક્તિથી પૂજા અર્ચના કરતો હોય છે. તેથી માતાજી ખુશ થઈને તે વેપારીને દર્શન આપવા માટે સપનામાં આવ્યા અને કહ્યું કે તું મારી પૂજા કરે છે ત્યાં મારુ મંદિર બનાવ અને છ મહિના સુધી મંદિરના દરવાજા બંધ રાખજે. તો તે વેપારીએ માતાજીનું મંદિર બનાવ્યું અને ત્યાં જ રહેવા લાગ્યો.
તે પછી મંદિરના પાંચ મહિના થયા એટલે મંદિરના દરવાજા બંધ હતા અને મંદિરની અંદરથી ઝાંઝરનો અવાજ આવ્યો તો વેપારીએ મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને અંદર પ્રવેશતાની સાથે જ તેને માતાજીની મૂર્તિ જોઈ અને યાદ આવ્યું કે માતાજીના કહેવા પહેલા દરવાજા ખોલી નાખ્યા તો તે વેપારી માતાજી પાસે માફી માંગે છે અને માતાજી પણ તેની ભક્તિ જોઈને વેપારીને માફ કરી દે છે.
તે પછી માતાજીએ એક વરદાન માંગવા કહ્યું તો વેપારીએ માતાજી પાસે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી તો માતાજીએ તેની આશા પુરી કરી. આથી આ મંદિરમાં આવતા દરેક ભક્તોના દર્શન કરવાથી જ માતાજી તેમની બધી આશાઓ પુરી કરતા હોય છે એટલે આ માતાજીને માં આશાપુરાવાળા માતાજી તરીકે ઓળખવામાં આવે છે.