ગુજરાત એટ્લે કે એવું રાજ્ય,જ્યાં ઘણા બધા ધાર્મિક મંદિર આવેલ છે.ચોટીલા માતા ચામુંડા,પાવાગઢ મહાકાળી માતા,અંબાજી મા અંબે આવા ધાર્મિક મંદિર આવેલ છે.મિત્રો,આજની આ પોસ્ટમાં મીનાવાડા મા દશામાની વાત કરીશું.જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો મા દશામાના દર્શને આવે છે.અને મા દશામા બધાની મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિર અમદાવાદથી 55 કિ.મી દૂર અને ડાકોરથી માત્ર 25 કિ.મી દૂર આવેલ છે.જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલ હોય છે,તેમ આ મંદિર સાથે પણ અમુક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે.એક કથા મુજબ આજથી 700 વર્ષ પહેલા અહિયાં એક શહેર હતું,જેનું નામ મીનળ હતું.જેથી વાણિજ્ય વ્યવહાર થતો હતો,પરંતુ એક ભયાનક પૂર આવતા આખું શહેર તણાઇ ગયું હતું.
કહેવાય છે કે,વર્ષો પહેલા શહેરની બહાર એક નદીમાં પત્થર સ્વરૂપે મા દશામાં બિરાજમાન હતા.આજે જ્યાં દશામાંનું મંદિર અને આ ગામનું ગામ મિનાવાડા પડ્યું.બીજી કથા મુજબ ઇ.સ 1995 માં ગામની એક કુંવારી દીકરી,જેનું નામ શારદા હતું.જે માતા દશામાની ભક્ત હતાં.શ્રાવણનો મહિનો હતો.જે માતા દશામાના વ્રત કરતાં હતા.અને સાંજે આરતી પણ કરતાં હતા.
એક દિવસની વાત છે,જ્યારે શારદા ભેશો ચરાવીને પાછા આવી રહ્યાં હતાં,ત્યાં અચાનક ભેસો ઊંડા ખાડામાં પડી જાય છે.દીકરી હવે વલોપાત કરે છે.સાંજે માતા દશામાંની આરતીનો પણ સમય થઈ ગયો હતો.તેથી દશામાને યાદ કરે છે અને તેમની ભક્તિ જોઈને મા દશામા હાજર થાય છે.અને મા દશામા આ ભેસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે.
અને ત્યારથી મા દશામાએ એ દીકરી શારદામાં વાસ કર્યો.પછી આ વાત ચારેય દિશામાં વાયુવેગે પ્રસરવા લાગી અને ધીમે-ધીમે લોકો આ દીકરી અને મા દશામાના દર્શન કરવા આવવા લાગ્યા અને જોતજોતામાં આ સ્થાન થઈ ગયું,લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું.ત્યારથી જ અહી રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યા આવે છે,ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે,શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહી મેળો ભરાય છે.
અને પ્રસાદની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.મંદિરની બહાર મોટું બજાર પણ છે.અહી ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશથી ઘણા ભાવિ-ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે.અને મા દશામા દરેકની મનોકામના પૂર્ણ કરે છે.મિત્રો,જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ જરૂર કામ કરે છે.દશામાના દર્શન માત્રથી વાંઝિયાના ઘરે પારણું બંધાય છે.દુ:ખીયાઓના દુ:ખ દૂર થાય છે.
અને મા દશામાનું વ્રત જે કોઈ પણ કરે છે,તેના ઘરે સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે છે.મિત્રો,જો તમને અમારી આ પોસ્ટ સારી લાગી હોય તો તમારા મિત્રો,સહસંબંધીઓને પણ જરૂર શેર કરજો.