આપણા દેશના હજારોની સંખ્યામાં નાના મોટા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, અહીંયા કેટલાય ભક્તો દર્શન માટે પણ જતા હોય છે. આજે આપણે એવા જ એક મંદિર વિષે વાત કરીએ જ્યાં રોજે રોજ ચમત્કાર જોવા મળે છે. આ મંદિર ખોડિયાર માતાજીનું મંદિર છે અને તે સુગાળા ગામમાં આવેલું છે. અહીંયા માં ખોડિયારનો ગુણો પણ આવેલો છે.
ગીરસોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના સુગાળા ગામે આ ગુણો આવેલો છે, અહીંયા આઈ શ્રી ગાગડિયા ગુણા ખોડિયાર મંદિર છે. અહીંયા મંદિરે રોજે રોજ ચમત્કાર જોવા મળે છે, અહીંયા માતાજીની આરતીના સમયે મગર માતાજી ગુણામા દર્શન આપે છે. આ મંદિરમાં આજે પણ માં ભાવની, ખોડિયાર અને વાઘેશ્વરી માં સાક્ષાત બિરાજમાન છે.
અહીંની ખાસ વાત કે અહીંયા જે કોઈ પણ દંપતી નિઃસંતાન હોય અને અહીંયા આવીને માનતા માને તો તેમના ઘરે પણ માતાજીના આશીર્વાદથી તેમના ઘરે પણ પારણાં બંધાય છે, તેથી આ દંપતી તેમના દીકરા દીકરીઓના ફોટાઓ માતાજીના મંદિરમાં આવીને લગાવે છે. માતાજીના આશીર્વાદથી બધા જ ભક્તોના દુઃખો પણ દૂર થાય છે.
આ મંદિરે માતાજીના દર્શન કરવા માટે ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે, અને અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોને દુઃખો માતાજી દૂર કરે છે. માતાજીના આશીર્વાદથી આ ગુણામાં કોઈ દિવસે પાણી ખૂટતું નથી અને ચમત્કાર રોજે રોજ જોવા મળે છે, માતાજી તેમના ભક્તોને પરચાઓ પણ પુરે છે અને મગર માતાજીની આરતીમાં દર્શન આપે છે, અને પરચા પણ પુરે છે.