પાકિસ્તાન ક્રિકેટર દાનિશ કનેરિયાએ કરાંચીનાં સ્વામિનારાયણ મંદિર જઈને પોતાની પત્ની સાથે પૂજા કરી હતી. ટ્વિટર પર તેમણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કનેરિયાએ કરાંચીનાં મંદિરની તસ્વીર પોસ્ટ કરી અને લખ્યું છે, “જય સ્વામિનારાયણ”. તેમનું કહેવું છે કે ભગવાનનાં મંદિરમાં અનુપમ આનંદ મળે છે.
કનેરિયાનું કહેવું છે કે જો તેને અવસર મળ્યો તો તે નિશ્ચિત રૂપથી અયોધ્યા જવા માંગે છે. ભગવાન રામ જો તેમને બોલાવશે તો તે જરૂરથી ત્યાં જશે. તેનું કહેવું છે કે હું એક સમર્પિત હિન્દુ છું અને મેં હંમેશા ભગવાન રામનાં બતાવેલા માર્ગ પર ચાલવાની કોશિશ કરી છે. કનેરિયા કહ્યું હતું કે જો તેમને અવસર મળશે તો તેઓ રામલલા નાં દર્શન કરશે. કનેરિયાનું કહેવું છે કે આ તેમની એક હાર્દિક ઇચ્છા છે.
૩૯ વર્ષીય કનેરિયાએ પાકિસ્તાન ટીમ પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. કનેરિયા થોડા સમય પહેલા ત્યારે અચાનક ખૂબ જ ચર્ચામાં આવી ગયા હતા, જ્યારે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે દાનિશ કનેરિયા સાથે અમુક પાકિસ્તાની ક્રિકેટરોએ સારું વર્તન કર્યું ન હતું.
શોહેબ અખ્તરે દાવો કર્યો હતો કે કનેરિયા હિંદુ હોવાને કારણે તેની સાથે અમુક ક્રિકેટરો ભોજન કરતા ન હતા. ત્યારબાદ કનેરિયાએ પણ લોકોની સામે આવીને શોહેબ અખ્તરની વાતમાં સહમતિ દર્શાવી હતી અને પાકિસ્તાન ક્રિકેટ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
કનેરિયા પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમ તરફથી રમનાર બીજા હિન્દુ હતા. તેમણે કુલ ૭૯ આંતરરાષ્ટ્રીય મેચ (૬૧ ટેસ્ટ અને ૧૮ વન-ડે) રમેલી છે. આ દરમિયાન તેમણે ટેસ્ટમાં ૨૬૧ અને વન-ડેમાં ૧૫ વિકેટ મેળવી છે. કનેરિયાને તેમની ફિરકી બોલિંગ માટે ઓળખવામાં આવતા હતા. તેમણે ઘણી વખત પાકિસ્તાનની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કનેરિયા એ મોટાભાગે ટેસ્ટ મેચમાં પાકિસ્તાન તરફથી પોતાનો હાથ અજમાવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં હિન્દુઓની ધર્મનગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. ૫ ઓગસ્ટનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરના નિર્માણની આધારશીલા રાખી અને ભૂમિપૂજન કર્યું. હવે ભાજપ અને તેની સાથે જોડાયેલ સંગઠન એક ભવ્ય રામમંદિર બનાવવામાં જોડાયેલ છે. તેના માટે જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે અને તેને લઈને પણ ઘણી વખત વિવાદ ઊભા થઈ ચૂક્યા છે. જો તમે પણ ભગવાન સ્વામિનારાયણ માં માનતા હોય તો કોમેન્ટમાં “જય સ્વામિનારાયણ” જરૂરથી લખજો.