ખોડિયાર માતાનું આ એક ચમત્કારિક મંદિર કે ત્યાં આવેલા કૂવાનું પાણી પીવાથી પેટની બધી જ સમસ્યાઓ થઇ જાય છે દૂર..

આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે. તેવું જ આ ખોડિયાર માતાનું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવોળીયા ગામે આવેલું છે.આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.

આ ખોડિયારમાતાના મંદિરમાં એક ચમત્કારી કૂવો આવેલો છે. આ મંદિરમાં ઘણા લોકો આ ચમત્કારિક કૂવો જોવા માટે આવતા હોય છે. અને આ કુવા વિષે એવું માનવામાં આવે છે કે આ કૂવાનું જે વ્યક્તિ પાણી પીવે તે લોકોને પેટના રોગો મટતા હોવાનું માનવામાં આવે છે.

આ ખોડિયાર માતાનું મંદિર લગભગ ૧૪૦૦ વર્ષ જૂનું છે અને આ મંદિરમાં દર્શન કરવા અને ચમત્કારિક કૂવો જોવા માટે દેશ વિદેશમાંથી ભક્તો આવતા હોય છે. અને બધા લોકો આ કૂવાનું પાણી પિતા હોય છે જેના કારણે પેટના રોગો દૂર થતા હોય છે. આ ખોડિયાર માતાના મંદિરમાં દર પૂનમે મેળો ભરાતો જોવા મળે છે.

આ ખોડિયાર માતાના મંદિરે દર પૂનમે ભક્તો આવતા હોય છે અને આજુબાજુના ગામના લોકોને પણ આ મંદિર પ્રત્યે ઘણી બધી આસ્થા છે અને દર પૂનમે આ મંદિરમાં મફતમાં પ્રસાદ પણ આપવામાં આવે છે. આ મંદિરમાં હજારો લોકો ખોડિયાર માતાના દર્શને આવતા હોય છે એ બધાના દુઃખો દૂરજીવનમાં સુખ અને શાંતિ ભરી દે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *