આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવીશું કે જે તાલુકા પ્રમુખ બની ગઈ છે. નવાઈનિ વાતતો એ છે કે મહિલા જે તાલુકાની પ્રમુખ છે. તે એરિયામાં તેનો પતિ એક સામાન્ય સફાઈ કર્મચારી છે.
આ ઘટના ઉત્તરપ્રદેશની છે. સફાઈ કર્મચારી સુનિલે કદી સપનામાં પણ ના વિચાર્યું હોય કે જે એરિયામાં તે સફાઈ કરે છે. તેમની પત્ની સોનિયા તે તાલુકાની પ્રમુખ બની જશે.
સુનિલ છેલ્લા કેટલાય વર્ષ્યોથી સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે અને તેનાથી જ પોતાના પરિવારની ગુજરાન ચલાવે છે. સોનિયા પણ એક સામાન્ય ગૃહિણી છે. સુનિલને ખબર પડી કે આ સમયે એક મહિલાની સીટ છે તો સુનિલે પોતાની પત્નીને તાલુકા પ્રમુખની ચૂંટણી માટે પ્રતિયોગી બનાવી દીધી અને ચૂંટણી જીતીને સોનિયા તાલુકા સદસ્ય બની ગઈ.
સુનિતા BA ગ્રેજ્યુએટ છે અને લગ્ન કર્યા પછી એક ગૃહિણી તરીકે પોતાના ઘરને સંભારી રહી હતી. સોનિયાનું કહેવું છે કે મારો કોઈપણ પ્લાન ન હતું કે હું રાજનીતિમાં આવું અને અમારી રાજનીતિમાં કોઈપણ જાતની ઓળખાણ ન હતી.
તેમને પોતાના પતિના કહેવાથી તાલુકા પ્રમુખની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને લોકોએ તેમને ખુબજ પ્રેમ આપ્યો અને તે આજે સફાઈ કર્મીની પત્નીથી એક તાલુકા પ્રમુખ બની ગઈ છે.
સોનિયા એ કહ્યું કે મને ખબર છે કે ગરીબ લોકોને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે. પહેલા તો હું મારા એરિયામાં ગરીબ લોકોને જે તકલીફો છે. તેનું નિરાકરણ કરીશ.