કચરામાં ફેકી દેવાતી બટાકાની છાલના છે અદ્દભુત ફાયદા, જાણી લેશો તો ફેંકવાની ભૂલ નહીં કરો…

જો તમારા મગજમાં આ સવાલ આવી રહ્યો છે કે આખરે બટાકાની છાલને કેવી રીતે ખાઈ શકાય તો તમને જણાવી દઈએ કે તેને ઉકાળીને તેનો ઉપયોગ કરી શકાય છે. સાંભળીને અજીબ જરૂર લાગશે, પણ તમે એક વાર ટ્રાય કરીને જોવો. તમને તે ખાવામાં ખરાબ નહીં લાગે.

benefits-of-rind-of-potato

શરીરને આપે છે તાકાત

વિટામિન બી-3થી ભરપૂર બટાકાની છાલ આપણને તાકાત આપવાનું કામ કરે છે. એટલું જ નહીં તેમાં નૈસીન હોય છે જે કાર્બોજને એનર્જીમાં બદલી દેતા હોય છે.

ફાયબરથી હોય છે ભરપૂર

એ તો તમે સૌ જાણતા હશો કે આપણા શરીર માટે ફાયબર ખુબ જ આવશ્યક હોય છે. તમને જણાવી દઈએ કે, બટાકાની સાથે-સાથે તેની છાલમાં પણ ઘણી સારી માત્રામાં ફાયબર હોય છે, જે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને કરે છે રેગ્યુલેટ

બટાકાની છાલમાં ઘણી સારી માત્રામાં પોટેશિયમ મળી આવે છે, જે બ્લડ પ્રેશરને મેન્ટેઈન રાખવામાં મદદ કરે છે.

મેટાબોલિઝ્મ કરે મેન્ટેઈન

બટાકાની છાલ આપણા શરીર માટે મેટાબોલિઝ્મ માટે બૂસ્ટરનું કામ કરે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે બટાકાની છાલ ખાવાથી આપણા નર્વ્સ (ચેતા)ને મજબૂતી મળે છે.

એનીમિયાથી બચાવે

જો તમારા શરીરમાં આયર્નની કમી થઈ રહી છે તો એવામાં બટાકાની છાલ તમારા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેમાં આયર્નની સારી માત્રા હોય છે જેનાથી એનીમિયા થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *