દાચ જ કોઈ એવી વ્યક્તિ હશે, જેમણે ॐ શાંતિ ॐ (Om Shanti Om) ફિલ્મ ન જોઈ હોય અને જેણે પણ આ ફિલ્મ જોઈ છે, તેમણે આ ડાયલોગ જરૂર સાંભળ્યો જ હશે, જેમાં શાહરૂખ ખાન કહે છેકે, ‘જો કોઈ વસ્તુને દિલથી ઈચ્છો તો તેને મેળવવામાં આખું બ્રહ્માંડ તેમને મદદ કરે છે.”
હવે આ ડાયલોગને આપણે કોઈ પણ સંદર્ભમાં જોઈ શકીએ છીએ. તેને જ ક્યાંકને ક્યાંક લૉ ઓફ અટ્રેક્શન પણ કહેવામાં આવે છે. કહેવાનો અર્થ એ છેકે, તમે જેવું વિચારો છો કે કરો છો. વાસ્તવમાં તે જ વિચાર હકીકત બને છે. હવે તમારા બધાનાં મનમાં એ વિચાર આવી રહ્યો હશેકે, અહીં ॐ શાંતિ ॐ અને લૉ ઓફ અટ્રેક્શનનો ઉલ્લેખ કેમ કરી રહ્યા છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. કહેવાય છેકે, આપણે જેવું વિચારીએ, એવું જ આપણી સાથે થાય છે.
જીહા, એક એવી જ વાર્તા રજૂ કરવા જઇ રહ્યા છો. તેના વિચારો અને મહેનતે તેને તે બધુ જ અપાવ્યુ છે. જેની એક સામાન્ય માણસ ફક્ત કલ્પના કરીને જ રહી જાય છે. અમે ગરીબ ખેડૂતના પુત્ર વિશે વાત કરી રહ્યા છીએ. જેમણે પોતાની એકાગ્રતા અને મહેનતને લીધે એક મહાન હોદ્દો પ્રાપ્ત કર્યો છે.
આ ગરીબ ખેડૂતનો દીકરો એક સમયે ખેતીમાં કરતો હતો. એટલું જ નહી તેણે ઉંટગાડુ પણ ચલાવ્યુ છે. પરંતુ પછી તેની સખત મહેનત, સમર્પણ અને વિચારોને લીધે, તેણે છ વર્ષમાં જ 12 સરકારી નોકરીની પરીક્ષા આપી. આવામાં હવે સમજમાં આવી ગયુ હશેકે, શરૂઆતમાં કેમ ॐ શાંતિ ॐ અને લૉ ઓફ અટ્રેક્શનનો ઉલ્લેખ કર્યો હતો.
હવે તમને આ ખેડૂત પુત્રનું નામ જાણવાની ઉત્સુકતા હશે. તો થોડી ધીરજ રાખો. તેનું નામ વિશે પરિચય કરાવીશું. હા, અમે વાત કરી રહ્યા છીએ આઈપીએસ પ્રેમસુખ ડેલુ વિશે. જે રાજસ્થાનના બીકાનેર જિલ્લાના એક નાના ગામનો છે. જણાવી દઈએ તેના ગામનું નામ ‘રાસીસર’ છે. પરિવારમાં કુલ ચાર ભાઈ-બહેન છે. જેમાંથી તે સૌથી નાનો છે. તેના પિતા ખેડૂત છે.
પરિવારનું ગુજરાન ખેતી ઉપર જ ચાલે છે. ખેતી પણ વધારે ન હતી જેને કારણે હંમેશા પૈસાની કમી રહેતી હતી. જેને કારણે પ્રેમસુખ ભણવાની સાથે પિતાને ખેતીમાં પણ મદદ કરતો હતો. એટલું જ નહી ખેતરમાં ઉંટગાડી ચલાવવાનું કામ પણ કરતો હતો. આઈપીએસ પ્રેમસુખની શરૂઆતનું ભણતર ગામમાં જ થયુ હતુ.
આર્થિક સ્થિતી સારી ન હતી તો 10 ધોરણ સુધી સરકારી સ્કૂલમાં ભણ્યો. જે બાદ તેણે બીકાનેરનાં ડુંગર કોલેજમાંથી 12માંની પરીક્ષા પાસ કરી હતી. ગ્રેજ્યુએશન તેણે મહારાજા ગંગાસિંહ યુનિવર્સિટીમાંથી કર્યુ હતુ. જ્યાં તેણે પોતાની મહેનત અને લગનને કારણે ઈતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ બધુ તેની મહેનતનાં કારણે થઈ રહ્યુ હતુ. પરંતુ તેનાં જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી ન હતી. એક સમયે તેની પાસે પુસ્તકો ખરીદવા માટે પૈસા ન હતા. તેમ છતાં જેમ-તેમ કરીને તેના માતા-પિતા તેનાં ભણતરમાં મુશ્કેલી આવવા દેતા ન હતા. કંઈ પણ કરીને તેના અભ્યાસ માટે જરૂરી સામાનની વ્યવસ્થા કરતા હતા.
જેને લઈને પ્રેમસુખ જણાવે છે, “મારા પિતા બહુજ મહેનત કરતા હતા. પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ કરીને મારા અભ્યાસના દરેક જરૂરિયાતનાં સામાનની વ્યવસ્થા કરતા હતા. તેમની મહેનત, ત્યાગ અને મારા પ્રત્યે તેમનો પ્રેમ હંમેશા માટે મારા માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. પિતાની હાલત અને તેમની મહેનતને જોતા મે સરકારી નોકરી મેળવવાનો દ્રઢસંકલ્પ કર્યો.”
પ્રેમસુખ જણાવે છે કે તેમનું પહેલું લક્ષ્ય સરકારી નોકરી મેળવવાનું હતું, તેથી તેણે 2010માં બીકાનેરથી તલાટીની પરીક્ષા આપી. જેમાં તે સફળ રહ્યો હતો અને બિકાનેરના એક ગામમાં તલાટીની પોસ્ટ પર મુકાયો હતો. તે જ વર્ષે, તેમણે ગ્રામ સેવક તરીકે પ્રદેશમાં બીજો ક્રમ મેળવ્યો. આટલું જ નહીં, 2011માં, તેમણે આસિસ્ટન્ટ જેલરની સાથે બી.એડની પરીક્ષા પાસ કરી હતી અને એક શિક્ષકનું કામ પણ કર્યું હતું.
શિક્ષક તરીકે ફરજ બજાવ્યાના થોડા દિવસો પછી તેમની પસંદગી મામલતદારનાં પદ ઉપર થઈ. આ દરમિયાન તેમણે અજમેરમાં મામલતદારનું પદ પણ સંભાળ્યું હતું. મામલતદારનું પદ સંભાળતા તેમણે યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. પ્રેમસુખ કહે છે કે નોકરી કરતી વખતે પરીક્ષાની તૈયારી કરવી ખૂબ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં યુપીએસસી જેવી મુશ્કેલ પરીક્ષાની તૈયારી કરવી વધુ મુશ્કેલ બની જાય છે.
પ્રેમસુખ કહે છે કે જેવો તેનો ફરજ પરનો સમય પુરો થતો, એવો તરત જ તે ભણવા લાગતો હતો. અહીં અને ત્યાં વાતો કરવામાં તેણે સમય બગાડ્યો નહીં. એટલું જ નહીં, સમયના અભાવે તેણે કોઈ કોચિંગ પણ નહોતી કરી. આ બધું હોવા છતાં, તેણે 2015માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને દેશમાં 170મો રેન્ક મેળવ્યો. જ્યારે તે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓમાં ત્રીજા સ્થાને રહ્યા.